હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
જૂનાગઢ નિવાસી હાલ વિરારના સ્વ. લાભશંકરભાઇ કરુણાશંકર મહેતાના પુત્ર રાજેશભાઈ (ઉં. વ. ૫૭) તે ૧/૭/૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે સીમાબેનના પતિ. નિધિ, પિંકી, પરીના પિતાશ્રી. લક્ષ્મી કેશવ ભોઇરના જમાઈ, કિશોરભાઈ, રશ્મિનભાઈ, મનોજભાઈ, હિતેષભાઇ, કુંદનબેન ચંદ્રકાન્ત ત્રિવેદી, હિના ધર્મેશ ભટ્ટના ભાઈ. તેમની પ્રાર્થનાસભા ૪/૭/૨૨ ના રોજ ૪ થી ૬ કલાકે જલારામ હોલ, એસ.ટી. ડેપોની બાજુમાં, વિરાર વેસ્ટ.
નવાગામ ભાટિયા
કાલાવડ નિવાસી હાલ બોરીવલીના લલિતકુમાર ઉદેશી (ઉં. વ. ૮૩) તે સ્વ. રતનબેન તથા સ્વ. પુરુષોત્તમ કેશવજી ઉદેશીના પુત્ર. સ્વ. ભાનુબેનના પતિ. સ્વ. શાંતિબેન ગોકલદાસ છીછીયાં, સ્વ. ચંપુબેન નટવરલાલ પાલેજા, સ્વ. મધુસુદનભાઈ, મૂળરાજભાઈ, ગોપાલભાઈ, ગં.સ્વ શોભાબેન ઉદયભાઈ વેદના ભાઈ. જયેશ-અ. સૌ. મીતા, જયશ્રી પ્રેમલ વેદ, રશેષ-અ. સૌ.વિશાખાના કાકા, તે સાસરાપક્ષે રાજકોટવાળા સ્વ. રતિલાલ ધરમશી આશરના જમાઈ. ૨/૭/૨૨ના રોજ શ્રીજીશરણ
પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટિયા
શિરીષ જયાલક્ષ્મી ચંદુલાલ ચોકસી (ઉં. વ. ૮૧) તે દમયંતીબેનના પતિ. સ્વ. ગુણવંતીબેન માધવજી વેદના જમાઇ. સ્વ. ચારુશીલા અને સ્વ. દેવાંગના ભાઇ. શિલ્પા વિક્રમ સંપટ અને રૂપલના પિતા. હેતલ નીરજ મુની અને ભૂમિ મયુર મામતોરાના કાકા. તા. ૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાના રાજકોટવાળા સ્વ. મનોરદાસ માધવજી વળિયાના ધર્મપત્ની ગં. સ્વ. જયોત્સનાબેન મનોરદાસ વળિયા (ઉં. વ. ૮૫) તા. ૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે અ. સૌ. જયશ્રી સુકેતુ, અ. સૌ. સંગીતા ચેતન, અ. સૌ. પારુલ જયેશના માતુશ્રી. અ. સૌ. ભક્તિ દેવાગ, અ. સૌ. આયુષી અંક્તિના દાદી. તથા ચિ. પ્રથા, તથા ખિયારાના મોટા દાદી. તે સ્વ. જયંતીલાલ દ્વારકાદાસ વોરાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૪-૭-૨૨ના સોમવારે, સાંજે ૫થી ૬, બેંગલોર ખાતે
રાખેલ છે.
પરજીયા સોની
મુળ ગામ દાઠા હાલ બોરીવલી સ્વ. માધવજી ભાણજીના સુપુત્ર તનસુખલાલ (ઉં.વ. ૯૦) તા. ૧-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે ડો.જયપ્રકાશ, ઉદય, સ્વ. કમલેશ તથા અ. સૌ. મમતાબેન દિલીપભાઇ સલ્લાના પિતા. દિલીપકુમાર સલ્લાના સસરા. ઉત્સવ, ચિંતન, નિરવ, અ. સૌ. માનસી અપરુપ ચટોપાધ્યાયેય, અ. સૌ. દિશા યશ વકીલ તથા કિંજલના દાદા. મિહિર, પ્રીતેશના નાના. નારણદાસ હાવાભાઇ સતિકુવરના જમાઇ. ટેલીફોનિક બેસણું તા. ૪-૭-૨૨ના સોમવારે સાંજે ૪થી ૬, લૌકિક પ્રથા
બંધ છે.
મેઘવાળ
ગામ ભીખડા ભાવનગર તે સ્વ. વિજયભાઇ જયંત ગોહિલ (ઉં. વ. ૪૦) શુક્રવાર તા. ૧ જુલાઇ ૨૨ના રામશરણ પામ્યા છે. બારમું-કારજની વિધિ મંગળવાર, તા. ૫-૭-૨૨ના સાંજે ૫.૦૦ કલાકે. ઠે. રામદેવ પીર મંદિર, વિદ્યાવિહાર (વેસ્ટ). સ્વ. જયંતભાઇ મુળજી ગોહિલ અને ગં. સ્વ. જયાબેનના દીકરા. તે મીતાબેનના પતિ. તે યુક્તિ અને હનીના પપ્પા. તે અજય, કુસુમના નાના ભાઇ તથા ચંદ્રિકાના દિયર. ગામ તોતણીયાળા મીનાબેન તથા રમેશભાઇ દુદાભાઇ મકવાણા પરિવારના જમાઇ.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ ફરિયાદકા (ભાવનગર) હાલ કાંદિવલી મુંબઇ સ્વ. બાળાબેન મહાસુખરાય રાવલના પુત્ર રાહુલ (ઉં. વ. ૭૦) તે તા. ૨-૭-૨૨ શનિવારના સ્વર્ગવાસ થયેલ છે. તે રશ્મીબેન, રાજેન્દ્રભાઇના નાનાભાઇ. તે અ. સૌ. પૂર્વી (મીના) ના દેર. મયુરેશ, જલ્પા, વિશાલ જોશીના કાકા. તે મોના રાવલના કાકાજી. રુદ્ર, ધ્રુવ, ઇશાનીના કાકા (દાદા) લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ કોઠારા હાલ મુલુંડ, મુંબઇ સ્વ. પાર્વતીબેન ધરમશી સેજપાલ અને ધરમશી વાલજી સેજપાલ (ગામ વાયોર)ની સુપુત્રી. તે સ્વ. લક્ષ્મીદાસ ડોસા પાલનના ધર્મપત્ની ગં. સ્વ. માધુરીબેન લક્ષ્મીદાસ પાલન (ઉં. વ. ૯૩) તા. ૨-૭-૨૨ના શ્રીરામશરણ પામેલ છે. તે જીતેન્દ્રભાઇ, નીતીનભાઇ, જગદીશભાઇ, સ્વ. શૈલેષભાઇ, ભગવતીબેન ભગવાનદાસ ચંદનના માતાજી. કમળાબેન જીતેન્દ્ર, શારદાબેન નીતિન, નીતાબેન જગદીશના સાસુ. તે જીગર, કીર્તિ, જીનલ, દર્શીની, બીજલ, તન્વીના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.