હિન્દુ મરણ
પાવરાઇ ભાટિયા
ગં. સ્વ. કુસુમબેન (નીરુબેન) (ઉં. વ. ૮૮) તે સ્વ. કરસનદાસ પરસોતમ આસરની પત્ની. ગામ મોટા રતળિયા, હાલ મુંબઇ તે સ્વ. વેલજી ઇબજી ધમાણીના પુત્રી. તે સ્વ. ગં.સ્વ. મીના ડુંગરસિંહ ભાટે, રણજીત, વીણા દેવેન્દ્ર સંપટ, મહેશ તથા પરેશના માતુશ્રી. તે રેખા, હિના, પ્રીતિના સાસુજી. તે મમતા, જીજ્ઞેશ, શીશીર, ભાવિની, કોમલ, નિકિતા, નિકુંજ, મિત્તલ, રાજ, હિતેશ, માયા, દિનેશ, કાજલ, તેજલ તથા અંક્તિના દાદી-નાની. તા. ૧૬-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૨-૨૩ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. કશ્યપ ભવન, પ્લોટ નં. ૧૬, ભવાનીનગર, મરોલ-મરોશી રોડ, અંધેરી (પૂર્વ).
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડ સત્તર તાલુકા બ્રાહ્મણ
રાણપુર હાલ મુંબઇ (મુલુંડ) ઘનશ્યામભાઇ ઠાકર (ઉ. વ. ૮૪) તા. ૧૭-૨-૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. ઉમેશ, આશિષના પિતા. નિતિકા અને દર્શનાના સસરા. ભાવિનના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૦-૨-૨૩ સાંજે ૫થી ૭. ઠે. મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર હોલ, ડો. આર. પી.રોડ, નિયર મુક્તિધામ, મુલુંડ (વેસ્ટ).
અ. સ. ઝા. સાડાચારસો બ્રાહ્મણ
સ્વ. મધુબેન મહેતા (ઉં. વ. ૭૪) હાલ બોરીવલી (વે.) મુંબઇ તા. ૧૬-૨-૨૩ના ગુરુવારના શિવજીચરણ પામેલ છે. તે ભાલચંદ્ર આર. મહેતાના ધર્મપત્ની. પુષ્પકાંત આર. મહેતાના ભાભી. સોનલ પી. મહેતાના જેઠાણી. જતિન, દર્શનાના માતુશ્રી. દર્શના જે. મહેતાના સાસુ. કુંજ જે. મહેતાના દાદી. તેમનું બેસણું તા. ૧૯-૨-૨૩ના રવિવારે ૧૦થી ૧૨. ઠે. મોહન ટેરેસ ઓલ્ડ બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, કસ્તુર પાર્ક રોડ, સુવર્ણા હોસ્પિટલ પાસે, બોરીવલી (વેસ્ટ).
કડી દશા દિશાવાળ વણિક
કડી હાલ અંધેરી વિનોદભાઇ શાંતિલાલ વોરાના ધર્મપત્ની અ. સૌ. મીનાક્ષીબેન (ઉં. વ. ૭૩) તા. ૧૫-૨-૨૩ના બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નરોતમભાઇ હીરાલાલ શાહના દીકરી. વિરલ તથા રચનાના માતુશ્રી. નતાશા, કશ્યપકુમારના સાસુ. પ્રેમાળ આંકાક્ષા વિરેનના દાદી. કાયરા તથા કીયાનના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કચ્છી ભાનુશાલી
કચ્છ ગામ ડોણના અ. સૌ. પુષ્પા (ગંગાબેન) ચત્રભુજ કટારીયા (ઉં.વ. ૬૨) તા. ૧૬-૨-૨૩ના ઓધવશરણ પામેલ છે. પુત્ર-પુત્રી-રિકીન, શીતલ, અંકિત, અવની. પુત્રવધુ માનસી રિકીન કટારીયા, હિતેશ, હરેશ, પ્રીતિ, મિથિલ, તન્વી સાસરા, સ્વ. અરજણ નાનજી, સ્વ. હરજી નાનજી, સ્વ. જેઠાલાલ, સ્વ. દયારામ હરજી, લક્ષ્મીદાસ હરજી, સ્વ.બાબુભાઇ અરજણ. દિયર-વસંત, શરદ અરજણ. જમાઇ-સંજય હંસરાજ ખાનીયા, હેતલ મોહનલાલ જોઇસર, રાકેશ દયારામ ગોરી, ચૈતન્યકુમાર યુ. એસ. એ., માવિત્ર-સ્વ. પરસોત્તમ મીઠુભાઇ ગોરી શીરવા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિહોરવાળા હાલ દહીસર નિવાસી ગં. સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. પ્રતાપરાય ગુણવંતરાય દોશીના પુત્ર જીતેશ (ઉં. વ. ૫૦) તા. ૧૫-૨-૨૩ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રૂપલના પતિ. યશ્વી અને કુંજના પિતા. કેતનના મોટાભાઇ, અમીષાના જેઠ. સિહોરવાળા યોગેશભાઇ મોહનલાલ પારેખના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
અમદાવાદ નિવાસી હાલ ઇડર ગામ મુડેટી મહેન્દ્ર શાંતિભાઈ ઠાકર (ઉં.વ. ૬૮) તે ૧૬/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કોકિલાબેનના પતિ. કેશવ તથા તેજસના પિતાશ્રી. સ્વ. જશુમતીબેન કેશવલાલ જોશીના જમાઈ. સર્વ પક્ષી પ્રાર્થનાસભા ૧૯/૨/૨૩ના ૯ થી ૧૧.૩૦ કોમન પ્લોટ, શાલીન બંગલો, ગુલાબ ટાવર, કોમ્બે હોટલ રોડ, થલતેજ, અમદાવાદ.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પરવડી સાવરકુંડલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. જશુમતી વૃજલાલ માણેકચંદ દાણીના પુત્ર બળવંતભાઈ (બટુકભાઈ) (ઉં.વ. ૯૦) તે સ્વ. પુષ્પાબેનના પતિ. મિલનના પિતા. સ્મિતાબેનના સસરા. ગઢડા નિવાસી સ્વ. વિઠ્ઠલદાસ મોહનલાલ બોટાદ્રાના જમાઈ. ૧૬/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ
લોયંગા નિવાસી હાલ બોરીવલી સ્વ. હિંમતલાલ વિદ્યારામ ભટ્ટના ધર્મપત્ની ગં. સ્વ. દિવ્યાબેન (ઉં.વ. ૮૦) તે ૧૭/૨/૨૩ના કૈલાશવાસી થયેલ છે. તે પ્રતિમા વંદનકુમાર જાની, ઉષાબેન પ્રફુલકુમાર મહેતા, રૂપેશના માતુશ્રી. ભાવનાના સાસુ. પિયરપક્ષે ત્રાપજ નિવાસી ભટ્ટ અનંતરાય રણછોડદાસ, સ્વ. પ્રભા, સ્વ. મંચ્છા, સ્વ. મંજુ, સ્વ. જશુ, સ્વ. પદમાના બેન. પ્રવિણાબેન સવાઇલાલ ભટ્ટના દેરાણી. પ્રાર્થનાસભા ૧૯/૨/૨૩ રવિવારના ૩ થી ૫ વર્ધમાન સ્થા. જૈન સંઘ, સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝ સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
સિમરણવાળા હાલ ભાવનગર મહેન્દ્રકુમાર પ્રાણલાલ છાટબાર (ઉં.વ. ૭૪) તે ૧૪/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હંસાગૌરીના પતિ. વિપુલ, કમલેશ તથા નિશા નલીનભાઇ રાજપોપટના પિતા. ઇન્દુબેન પ્રવીણ આશરા, સ્વ. મહેશ, સ્વ. લીલા કિશોરભાઈ જોગીના ભાઈ. સ્વ. ધનજી ગોરધનદાસ જોગી અંધેરીના જમાઈ. સ્વ. ચંપકલાલ જમનાદાસ નિર્મળ ચિતલવાડાના ભાણેજ.
કપોળ
ત્રાપજવાળા હાલ કાંદિવલી મુકુંદરાય જયંતિલાલ નારણદાસ મહેતા (ઉં.વ. ૮૯) તે ૧૬/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે રમાલક્ષ્મીના પતિ. ભરત ભાવના, કીર્તિ બીના, જયોતિ સતીશના પિતાશ્રી. સ્વ. ધીરજલાલ, સ્વ. કિશનલાલ, કનૈયાલાલ, કાંતિલાલ, સ્વ. બિપીનચંદ્ર, મધુભાઈ, ગં. સ્વ. ઉષા રમણલાલ મહેતાના ભાઈ. ચિત્તલવાડા જેઠાલાલ ભાણજી મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૯/૨/૨૩ના ૫ થી ૭ સનરાઇઝ હોલ, આનંદીબાઈ કાલે કોલેજ સામે, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
બીલખાવાળા, હાલ બોરીવલી, સ્વ. વાસંતીબેન ગોપાલદાસ કોટડિયાના પુત્ર મુકેશ કોટડિયા (ઉં.વ. ૬૮), તે ઉષાબેનના પતિ. તે કુણાલના પિતા. તે સ્વ. રોહિતભાઇ અને મીનાબેન મહેશભાઈ રૂપારેલીયાના ભાઇ. તે સ્વ. કાંતાબેન મનસુખલાલ ઠકરારના જમાઇ. તે વિભુતીબેનના સસરા. તે હિતાક્ષી અને વિરાજના દાદા, તે તા. ૧૬/૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૮/૨/૨૩ના ૫ થી ૬.૩૦, બાળાશ્રમ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ રોડ એક્સ્ટેન્શન, કાંદિવલી (પ), લૌકિક પ્રથા
બંધ છે.
હિન્દુ જનક્ષત્રિય
ગામ પિંગળી નિવાસી હાલ (ચારકોપ) કાંદિવલી, શ્રુતીબેન વાઘેલા (ઉ.વ. ૩૬) તા. ૧૬-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે મિથુલ વાઘેલાના ધર્મપત્ની. ઝલક વાઘેલાના માતુશ્રી તથા મંજુલાબેનના અને યશવંતભાઈના પુત્રવધૂ તથા હેમાલી ચિંતક વાઘેલાના મોટાભાભી. અદવિકા અને હિતાક્ષીના મોટામમ્મી. ગં.સ્વ. ભાવનાબેન તથા સ્વ. રમેશભાઈ પરમારના સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૮-૨-૨૩ના ૫ થી ૭ નિવાસ સ્થાને રાખેલ છે.