Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

ગામ જાદર ગિરીશકુમાર વિઠ્ઠલદાસ ત્રિવેદી (ઉં. વ. ૭૭) રવિવાર, ૧૨-૨-૨૩ના દેવલોક થયા છે. તે સ્વ. વિઠ્ઠલદાસ મહીધર ત્રિવેદી અને સ્વ. સવિતાબેનના પુત્ર. નયનાબેનના પતિ. કાનલ અને નેહાના પિતા. હંસાબેન મહેન્દ્રકુમાર જોશીના ભાઈ. મહાદેવપુરા નિવાસી સ્વ. કનૈયાલાલ નર્મદાશંકર ભટ્ટના જમાઈ. મૂકેશભાઈ, જયેશભાઈ, સંજયભાઈના બનેવી. બંને પક્ષની સાદડી ૧૬-૨-૨૩ને ગુરુવારે. ઠે: ભાવેશ હર્ષદકુમાર ત્રિવેદી, ૪૦૧/સી સહદેવ સોસાયટી, એન. એલ. કોમ્પ્લેક્ષ, દહીંસર પૂર્વ. ૪ થી ૬. રડવાની પ્રથા બંધ છે. ઉત્તરક્રિયા અને બેસણું જાદર મુકામે રાખેલ છે.
બિપીનચંદ્ર ઈશ્ર્વરલાલ પટેલ તા. ૧૫-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૨-૨૩ને શુક્રવારના ૫.૦૦ થી ૭.૦૦ સ્થળ- જલારામ હોલ, ૬ઠ્ઠો રોડ, જુહુ, મુંબઈ ખાતે. અશુદ્રા બિપીનભાઈ પટેલ, રૂપલ-કુલીન પટેલ, મનીષા-નૈનેષ ઝવેરી, પાર્થ પટેલ, અદિત, કરીશીની ઝવેરી.
દશા મોઢ માંડલિયા વણિક
ચોરવાડ હાલ ડોંબિવલી અશોકકુમાર અનંતપ્રસાદ દામાણી (ઉં. વ. ૭૩) ૧૩-૨-૨૩ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે જાગૃતિબેનના પતિ. અ. સૌ. હેમા, કુ. બીજલના પપ્પા, ચિરાગના સસરા. દિવ્યેશના બાપુજી (નાના). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
સ્વ. કુમુદબેન લખાણી (ઉં.વ. ૭૪), મૂળગામ કેશોદ, હાલ મલાડ તે સ્વ. મનસુખલાલ લીલાધર લખાણીના ધર્મપત્ની. સ્વ. પ્રભુદાસ વલ્લભજી ઉનડકટની સુપુત્રી. ચેતન, પ્રશાંત, જ્યોતિ (ગીતાબેન) જગદીશ બુદ્ધદેવના માતુશ્રી. તે નીપા, સ્વ. કૃપા તેમજ જયાના સાસુમા. તે મોહક, આર્ય અને મહેકના દાદીમા. તે મહેન્દ્રભાઈ, સ્વ. સવિતાબેન, રસિલાબેનના બહેન, તા. ૧૫-૨-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬-૨-૨૩ના ૫ થી ૭ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, કાંદીવલી પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર જ્ઞાતિ
જસપરાવાળા હાલ પુના શ્રી અશોકભાઈ રાઠોડ (ઉં.વ. ૭૪) તે સ્વ. લિલીબેન અને સ્વ. રામજીભાઈ કાનજીભાઈ રાઠોડના મોટા દીકરા. તે મીનાબેનના પતિ તથા નીમિતભાઇ અને મનોજભાઈના પિતાશ્રી. તે ડો. નિરંજનભાઈ રાઠોડ અને શ્રી મુકેશભાઈ રાઠોડ તથા માયાબેન ચંદુલાલ મકવાણા અને ઉષાબેન અશોકકુમાર પરમારના મોટાભાઈ. તે સાસરાપક્ષે સ્વ. હીરાબેન મધુસુદનભાઈ ઉમરાણીયાના જમાઈ તા. ૧૪/૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તા. ૧૭-૨-૨૩ ને શુક્રવારે ૪ થી ૬. નિવાસ સ્થાન: આશીર્વાદ, સહવાસ સોસાયટી, પુણે-૫૨ ખાતે રાખેલ છે.
લુહાર સુથાર
ગામ ભાણવડ નિવાસી હાલ બોરીવલીના સ્વ. રજનીકાંત જેન્તીલાલ મકવાણાના ધર્મપત્ની ગં. સ્વ. હંસાબેન (ઉં.વ. ૬૯) તે ૧૪/૨/૨૩ના રામશરણ પામેલ છે. તે ધર્મેશ-ખુશ્બુ તથા હિરલ પ્રદીપકુમાર હરસોરાના માતુશ્રી. સ્વ. રવીન્દ્રભાઈ તથા ગં.સ્વ. વાસંતીબેન મનહરલાલ વારાના ભાભી. પિયરપક્ષે ચોરવાડ નિવાસી હાલ માટુંગા સ્વ. સવિતાબેન તથા સ્વ. ઘેલાભાઈ કાળીદાસ કવાના દીકરી. સ્વ. લીલાધરભાઇ, સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, રાજેશભાઈ તથા ગં.સ્વ. પુષ્પાબેન પ્રેમજી પીઠવાના બહેન. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
કચ્છી ભાટિયા
માંડવી કચ્છના હાલ સાનપાડા સ્વ. રમીલાબેન રણછોડદાસ હમલાઈના પુત્ર મહેન્દ્ર હમલાઈ (ઉં.વ. ૬૭) તે ૧૩/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. રશ્મિબેનના પતિ. પૂર્વી તથા અંજુલના પિતા. જયકુમાર નરેશભાઈ કપાડિયા તથા યોરિક એવીલનો ડિસોઝાના સસરા. સાસરાપક્ષે ગુંદિયાળીવાળા સ્વ. મૈયાબેન હંસરાજ સંપટના જમાઈ. સદ્ગતની લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
પાડરશીંગાવાળા સ્વ. મગનલાલ જીવણલાલ મહેતાના પુત્ર મહેન્દ્ર (ઉં.વ. ૮૧) તે અરવિંદ, મધુરી નરેન્દ્ર ગોરડીયા, રંજન કાંતિલાલ બુસા, હર્ષા અનિલ પારેખના મોટાભાઈ. કીર્તિબેનના જેઠ. સ્વ. દ્વારકાદાસ, સ્વ. ગુણવંતરાય,
ગં. સ્વ. પુષ્પાબેન હરકિશનદાસ, સ્વ. ચીમનલાલ, તથા સ્વ. મંજુલાબેન શાંતિલાલ હકાણીના ભત્રીજા. મોસાળપક્ષે અમરેલીવાળા કાળીદાસ છગનલાલ પારેખના ભાણેજ. રવિવાર, ૧૨/૨/૨૩ના ભાવનગર મુકામે શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ ગરાળ હાલ બોરીવલી ગં. સ્વ. સમજુબેન પરમાર (ઉં.વ. ૯૧) તે ૧૧/૨/૨૩ના વૈકુંઠવાસી થયા છે. તે સ્વ.ભાણજીભાઈ મેઘજીભાઈ પરમારના પત્ની. શ્રી.શાંતિલાલ, સ્વ. મહેન્દ્રભાઈ, દયાબેન મનસુખલાલ, કંચનબેન તુલસીભાઈ, નિર્મલાબેન ભીખાભાઈ, નયનાબેન કિશોરભાઈ, અનિતાબેન યોગેશભાઈના માતુશ્રી. ભારતીબેન શાંતિલાલના સાસુ. સ્વ. ધર્મશીભાઈ, સ્વ. લાલજીભાઈ, નાગજીભાઈ, નરસીભાઈ, સ્વ. દિવાળીબેન છગનભાઈ, સ્વ. પુરીબેન કરસનભાઈના ભાભી. સ્વ. કરસનભાઈ ગોવિંદભાઈ મકવાણા ગામ હનુમાનપરા વાલાના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૭/૨/૨૩ના શુક્રવાર ૫ થી ૭ લુહાર સુથાર વેલફેર સેન્ટર કાર્ટર રોડ નં.૩, વિશ્ર્વકર્મા ચોક, બોરીવલી પૂર્વ.
મારૂ કંસારા
ગામ ખંભાલીયાવાળા હાલ મુંબઇ શ્રી કાંતિલાલ જીવરાજ કંસારા (ઉં.વ. ૭૯), તા. ૧૪-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ દમયંતીબેનના પતિ. તેઓ જયશ્રીબેન, ભાવેશભાઇ, સંદિપભાઇના પિતાશ્રી. ઇશ્ર્વરકુમાર, દિપ્તીબેન, રેશ્માબેનના સસરા. તેઓ સ્વ. ઉમેદભાઇ, સ્વ. ભાનુબેન ધીરજલાલના ભાઇ. તેઓ જામનગરવાળા સ્વ. હંસીયાબેન પ્રાગજીભાઇ છત્રાળાના જમાઇ. પ્રાર્થનાસભા: તા. ૧૬-૨-૨૩, સમય: સાંજે ૫.૦૦ થી ૭.૦૦ કલાકે ડિવાઇન બેન્કવેટ હોલ, પદમા નગર, ચીકુ વાડી, બોરીવલી (વેસ્ટ).
ગુર્જર ક્ષત્રિય કડિયા
ગામ કોંજળી હાલ બોરીવલી સ્વ. ધરમશીભાઈ નાનજીભાઈ ટાંકના ધર્મપત્ની નર્મદાબેન ટાંક (ઉં.વ. ૮૭) રવિવાર, તા. ૧૨-૨-૨૩ના રામશરણ પામ્યા છે. તેઓ વસંતભાઈ, ઉષાબેન, શાંતિભાઈ, દિનેશભાઇ તથા સ્વ. પ્રકાશભાઈના માતોશ્રી. સ્વ. નંદુબેન, કાશીબેન, સ્વ. ધનજીભાઈ, સ્વ. પોપટભાઈ તથા પરષોત્તમભાઇના ભાભીશ્રી. શાંતાબેન, વીણાબેન, જયાબેન, વર્ષાબેન તથા સ્વ. ભરતભાઈના સાસુશ્રી. સ્વ. બાલુભાઈ, સ્વ. મગનભાઈ, જીવનભાઈ તથા કાનજીભાઈ વાલજી મકવાણાના બેનશ્રી. પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૨૩ ગુરુવારના ૫.૦૦ થી ૭.૦૦ શ્રી રાજસ્થાન જૈન સંધ, ડી-૫, ઓમ ગોરધન બાગ, જાંબલી ગલ્લી,બોરીવલી (વેસ્ટ).
કપોળ
અમરેલીવાળા (હાલ નાલાસોપારા) કનૈયાલાલ નાથાલાલ હરજીવનદાસ પારેખના ધર્મપત્ની અ.સૌ. હંસાબેન (ઉં.વ. ૬૬) તા. ૧૩-૨-૨૩ને સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ કલ્પેશ, કેતન, અ.સૌ. મીતા પિયુષ દોશીના માતૃશ્રી. અ.સો. બીનાના સાસુ. ગં.સ્વ. મંજુલાબેન શાંતિલાલ મહેતાના ભાભી. પિયર પક્ષે સ્વ. મંજુલાબેન તથા સ્વ. જીવનલાલ મગનલાલ ગોરડીયા (નાગેશ્રીવાળા)ના પુત્રી. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
શ્રી ઘોઘારી દશા દિશાવાલ
સ્વ. જનકવિજય ભાઈદાસ મેહતાના પત્ની તથા સ્વ. પુરુષોત્તમદાસ અમરચંદ પારેખના દીકરી મંજુલાબેન મેહતા (ઉં.વ. ૮૦) મૂળ ગામ કોળિયાક, હાલ ભાયંદર, તા. ૧૩/૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. જેઓ સ્વ. જયેશભાઇ તથા જતીનભાઈના માતુશ્રી તથા પન્નાબેન અને આશાબેનના સાસુ તથા પ્રેમાળ અને બ્રિજેશના દાદી. સાદડી અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
ચંપાવતી હંસરાજ ઠક્કર (દમયંતીબેન) (ઉં.વ. ૯૨) તા. ૧૪-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હંસરાજ ગોકળદાસ ઠક્કરના ધર્મપત્ની. તે સુધા જયંતકુમાર દક્ષિણી, હર્ષા બિપિન રૂપારેલીયા, પારુલ દેવેન્દ્ર કેસરીયા, સુષ્મા ભરત અમલાણી તથા કેતકી દિનેશ રાજાણીના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. છગનલાલ કારિયાના દીકરી. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વહેવાર બંધ છે.
દશા લાડ વણિક
સાંતાક્રુઝ નિવાસી રેણુકા જયંતિલાલ ગાંધી (ઉં. વ. ૭૯) તે સ્વ. જયંતિલાલ છબિલદાસ ગાંધી અને સ્વ. મંજુલાબેન ગાંધીના પુત્રી. તે ઉષાબેન પારેખ અને બિપીનભાઈ ગાંધીના બહેન. અને તે બિપીનભાઈની પુત્રી. અંકિતાના ફઈબા તા. ૧૪-૨-૨૩ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સાદડી તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ મુંબઈ સ્વ. ધનકુબેરબેન પ્રભુદાસ મોદીના પુત્ર. ઈશ્ર્વરદાસ મોદીના ધર્મપત્ની અ.સૌ. જશવંતીબેન (ઉં. વ. ૮૭) તા. ૧૪-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે અ.સૌ. દેવયાની જીતેન્દ્રભાઈ, અ.સૌ. હર્ષા યોગેશભાઈ, વિપુલ, ભરતના માતુશ્રી. અ.સૌ. બીના ભરત મોદીના સાસુ. અ.સૌ. ગ્રીષ્મા વિવેક બુરાડ, બંકીમ, હર્ષ અને અ.સૌ. નિધીના દાદી. તે પિયર પક્ષે શિહોરવાળા મનસુખલાલ નાગરદાસ દોશીના પુત્રી. સર્વપક્ષીય પ્રાર્થનાસભા તા. ૧૭-૨-૨૩ શુક્રવારે ૫ થી ૭ ક. માધવબાગ હોલ, સી. પી. ટેન્ક, મુંબઈ-૪૦૦૦૦૪.
ક્ષત્રિય વાંઝા ઘોઘારી
ગામ જૂનાગઢના હાલ (પરેલ) નિવાસી સ્વ. મણિલાલ પ્રાણજીવનદાસ ચાવડા (ઉં. વ. ૮૭) તા. ૧૨-૨-૨૩ના રવિવારે કૈલાસવાસી થયેલ છે. તે ચંદ્રબાલા ચાવડાના પતિ. કિશોરી, મુકેશ, કિર્તિકા, રાખી અને લીનાના પિતા. નીતા, પરેશ, મહેશ, પ્રદીપના સસરા. ગૌરવ, પ્રીત, શાંતનુના દાદા. સ્વ. તારાબેન, સ્વ. મણીબેન, લલિતભાઈ અને કિશોરભાઈના ભાઈ. સાસરાપક્ષે સ્વ. તુલસીદાસ તલકચંદ દિવેચાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૨૩ ગુરુવારે ૫ થી ૭. સ્થળ – લુણાવા ભવન, યુનિટ નં. ૧, દાદોજી કોંડદેવ ક્રોસ માર્ગ, હનુમાન મંદિરની સામે, ભાયખલા (પૂર્વ).
લુહાર સુતાર
ચુડા નિવાસી સ્વ. અમરસીભાઈ કવૈયાના પુત્ર અશોકભાઈ (ઉં. વ. ૬૭) તે રેખાબેનના પતિ. જીગર તથા ભાવનાબેનના પિતા. ઈષાબેનના સસરા. સ્વ. લલીતાબેન હીરજીભાઈ મકવાણાના જમાઈ. નંદલાલભાઈ શાન્તીલાલભાઈ તથા અરુણાબેનના બનેવી તા. ૧૫-૨-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની સાદડી તા. ૧૭-૨-૨૩ના શુક્રવારે સમય ૫ થી ૭. સરનામું: હાલાઈ લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), શંકર મંદિરની બાજુમાં.
સુરતી વિશા લાડ વણિક
ગામ કડોદ હાલ મીરારોડ સ્વ. બાબુલાલ ભોગીલાલ શાહ (ઉં. વ. ૮૮) તા. ૧૩-૨-૨૩ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે અંજુ રશ્મિન પરીખ તથા જયેશના પિતાશ્રી. યેશાના નાના. સ્વ. ધનસુખભાઈ, ગિરિશભાઈ, દિનેશભાઈના ભાઈ. પિયર પક્ષે સ્વ. નવનીતલાલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઘોઘારી દશાશ્રીમાળી વણિક
સ્વ. કાંતિલાલ વેણીલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. હીરાલક્ષ્મી મહેતા (ઉં. વ. ૯૫) તે સ્વ. કનૈયાલાલ વેણીલાલના નાના ભાઈના પત્ની. તે જશોમતી પરષોત્તમ, મુક્તાબેન ચંદુલાલ, ભાનુમતીબેન રસિકલાલના ભાભી. તે સુભાષ ચરુબેન, વીણાબેન, મીતાબેન, ઈલાબેન, પરેશ, હિતેશના માતુશ્રી. તે પ્રવિણાબેન, ચેતનાબેન, નેહાબેન, પ્રફુલભાઈ ગોસલિયા, કિરીટભાઈ ગોયાની, હિતેશભાઈ પંચમિયા, સંજયભાઈ દોશીના સાસુ. તે પિયરપક્ષે સ્વ. બાબુલાલ તારાચંદ શાહ ઉમરાળાવાળાની દીકરી તા. ૧૩-૨-૨૩ના ભાવનગર મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તેની પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી તા. ૧૬-૨-૨૩ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ રોટરી હૉલ ઘોઘા સર્કલ ભાવનગર મુકામે રાખેલ છે.
કપોળ
વાવેરાવાળા સ્વ. પ્રભાવંતીબેન મણીલાલ દોશીના સુપુત્ર. સ્વ. દક્ષાબેનના પતિ ધરમદાસ દોશી (ઉં. વ. ૭૫) તા. ૧૪-૨-૨૩ના અવસાન થયેલ છે. તે વિરલ-જુલી, પારુલના પિતાશ્રી. તે ફોર્ટ સોનગઢવાળા સ્વ. ભીખુભાઈ કરસનદાસ શાહના જમાઈ. તે સ્વ. નવનીતભાઈ, હસમુખભાઈ, નટવરભાઈ, વિનોદભાઈ, સ્વ. ધર્મિષ્ઠા (અ.સૌ.) ભારતીબેન મધુસૂદન મહેતાના ભાઈ. તે જયના દાદા. સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૨૩ ગુરુવારના સાંજે ૫ થી ૭. સ્થળ: મેઘા પાર્ટી હોલ, મીરા ભાયંદર રોડ, જૂના પેટ્રોલપંપની બાજુમાં, મીરા રોડ (ઈસ્ટ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ વાકુ હાલે મુલુંડના સ્વ. રૂક્ષ્મણીબેન વાઘજીભાઈ રૂપારેલના સુપુત્ર ડૉક્ટર કિશોરભાઈ રૂપારેલ (ઉં. વ. ૭૨) તા. ૧૪-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ જ્યોત્સનાબેનના પતિ. સ્વ. નર્મદાબેન ભગવાનજી સોમૈયા ગામ કચ્છ કલ્યાણપુરના જમાઈ. પ્રશાંત, ડૉ. અલ્પેશ, કમલેશના પિતાશ્રી. અ.સૌ. કૃપા, અ. સૌ. રેખા, અ. સૌ. પ્રિયંકાના સસરા. વિહાન, મનન, નિવા અને નિષ્માના દાદાજી. સ્વ. મનુભાઈ અને સ્વ. કનુભાઈના નાના ભાઈ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૨૩ ગુરુવારના ૫ થી ૭ શગુન બેંકવેટ હોલ, દેવીદયાલ માર્ગ, ફાયરબ્રિગેડની પાછળ, મુલુંડ પશ્ર્ચિમ. બહેનોએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ જ્ઞાતિ
અ.સૌ. મીના ત્રાલસાવાલા (ઉં. વ. ૬૫) મુંબઈ તા. ૧૩-૨-૨૦૨૩ના સોમવારે દેહવિલય પામ્યા છે. તે તરૂણ ચંપકલાલ ત્રાલસાવાલાના ધર્મપત્ની. અંકિત અને શ્રેયા જોબનપુત્રાની માતા. હેઝલ અંકિત અને વિરાજના સાસુ. સ્વ. ચંપકલાલ પ્રાણજીવનદાસના પુત્રવધૂ. તથા સ્નેહલ ત્રાલસાવાલા, છાયા નાળિયેરવાલા, માયા પાનવાલા અને અલ્પા અણખીવાલાના ભાભી. તે સ્વ. મનુભાઈ અને સ્વ. હસુમતીબેન દલાલના સુપુત્રી. પ્રાર્થનાસભા: તા. ૧૭-૦૨-૨૩ અને શુક્રવાર. સ્થળ : વિલેપાર્લે મેડીકલ કલબ, ૧૩ બી, સંત જ્ઞાનેશ્ર્વર રોડ, જુહુ, મુંબઈ-૪૦૦૦૪૯. સમય: સાંજે ૫ થી ૭.
વિશા સોરઠિયા વણિક
સ્વ. લતા શાહ (ઉં. વ. ૮૧) ગામ બાલવા-હાલ મુંબઈ, તે સ્વ. કાંતિલાલ શાહના પત્ની. તે સંજય, પરેશ અને વિમલના માતુશ્રી. તે અમી, સ્વ. મીતા, રચના, જુલીના સાસુ. તે ચિ. નીધિ, વિનીત, પૂજા, જીમીત, યશ્ર્વી, જહાન્વીના દાદી. તે સુદેશ શિંદેની વડસાસુ મંગળવાર તા. ૧૪ ફેબ્રુઆરી ૨૩ના શ્રીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬ ફેબ્રુઆરી ૨૩ના ૫ થી ૭. એફપીએચ ગરવારે હોલ, લાલા કોલેજની પાસે, હાજીઅલી મુકામે રાખેલ છે.
લોહાણા
ગામ ઊના હાલ કલ્યાણ સ્વ. જયાબેન તથા સ્વ. રતિલાલ ધનજીભાઈ ગઢીયાના સુપુત્ર નલીનભાઈ (ઉં. વ. ૬૭) તે ભારતીબેનના પતિ. સુમિત તથા દર્શનાના પિતાજી. પ્રજ્ઞા તથા મુકેશ સુરેશભાઈ દાવડાના સસરા. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. નિમુબેન મનસુખલાલ, સ્વ. તારાબેન જયસુખલાલ, વિજયાબેન દિનેશભાઈ, ચંદ્રિકાબેન વિનોદરાય, સ્વ. શારદાબેન જયંતીલાલ, મંજુલાબેન લલિતકુમાર, દમુબેન જિતેન્દ્રકુમારના ભાઈ. સ્વ. હરિલાલ લક્ષ્મીદાસ વડેરા પાચતલાવડા વાળાના જમાઈ મંગળવાર, તા. ૧૪-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૬-૨-૨૩ના ૪.૩૦ થી ૬ જલારામ સભાગૃહ, માતુશ્રી શામબાઈ લોહાણા મહાજન વાડી, આગ્રા રોડ, કલ્યાણ (વે).
હાલાઈ લોહાણા
ઘાટકોપરવાળા, હાલ કલ્યાણ રાજેશ લાખાણી (ઉં. વ. ૬૫) તે સ્વ. કાંતાબેન ચંદુલાલ શાંતિલાલ લાખાણી પોરબંદરવાળાના પુત્ર. તે ગીતાબહેનના પતિ. તે મયુરના પિતાશ્રી. તે કોકિલાબેનના સસરા. તે યુવીના દાદા. તે સ્વ. બેચરદાસ (બાબુભાઈ) નથવાણીના જમાઈ. તે અ.સૌ. પારુલબેન અશોકભાઈ દાલિયા, અ.સૌ. કલ્પનાબેન બકુલભાઈ કાથરાણીના ભાઈ તા. ૧૩-૨-૨૩ના સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર
બંધ છે)
દશા ગામ પંચાલ સમાજ
સ્વ. બીપીનભાઈ પંચાલ ગામ પલસાણા (ઉં. વ. ૫૮) તે પ્રવિણચંદ્ર હંસાબેનના નાના પુત્ર. તે અમૃતલાલ, રૂક્ષ્મણીબેનના નાના જમાઈ. અરૂણાના પતિ. નિખીલ, નયનના પિતા. જીતુભાઈ, કંચનબેન, પ્રફુલાબેનના નાના ભાઈ તા. ૧૦-૨-૨૩ના દેવલોક પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ૧૬-૨-૨૩ના ૫ થી ૭ સાંજે નડીયાદવાલા હોલ, પોદાર રોડ, લક્ષ્મી નારાયણ શોપિંગ સેન્ટરની સામે, મલાડ (પૂર્વ).
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ
જેસર હાલ મલાડ સ્વ. મનસુખભાઈ વશરામભાઇ મેવાડા (ઉં.વ. ૭૧) તે સ્વ. હંસાબેનના પતિ. વિશાલભાઈ અને નિલેશભાઈ મેવાડાના પિતાશ્રી. જાસ્મીન અને શ્રદ્ધાના સાસરા. તે સ્વ. ખીમજીભાઈ, સ્વ. જીવનભાઈ, મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, હસમુખભાઈ તથા અરૂણાબેન લવજીભાઈ પરમારના ભાઈ. સ્વ. નાનજીભાઈ જેઠાભાઈ ચૌહાણના જમાઇ. સોમવાર, તા. ૧૪-૨-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૨૩ ગુરુવાર ૫ થી ૭ પ્રાર્થનાસભા સ્થળ:- કોશિશ હોલ, યુનિવર્સલ સ્કૂલની સામે, દફતરી રોડ, મલાડ (ઈ.).
ઝાલાવાડી સઈ સુતાર
સુરેન્દ્રનગર હાલ વસઈ સ્વ. મરઘાબેન હરજીવનદાસ ચૌહાણના પુત્ર પ્રદીપભાઈ ચૌહાણ (ભીખુભાઈ) (ઉં.વ. ૭૩) સોમવાર, તા. ૧૩-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. સ્વ. વિઠ્ઠલદાસ વાઘજીભાઈ કપુરીયાના જમાઈ. ધર્મેશ, ફાલ્ગુની, દિપાલીના પિતાશ્રી. જયશ્રી, પ્રિતમકુમાર કાપડીયાના સસરા. ચિ. ઓમના, ચિ. હરશિવના નાના-દાદાની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬-૨-૨૩ના ૪ થી ૬ સ્થળ: શ્રી સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, ગોલ્ડનબાગ હોસ્પિટલની સામે, સાઈનગર, વસઈ-વેસ્ટ.
પરજીયા સોની
ગામ ઉટવડ હાલ મુંબઈ જ્યંતિલાલ ચોક્સી (થડેશ્ર્વર) (ઉં.વ. ૭૨), તા. ૧૪-૨-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિજયાબેન બચુભાઈના સુપુત્ર. મીનાબેનના પતિ. અચંત, કલ્પીત તથા પાયલના પિતાશ્રી. સ્વ. ધીરૂભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. પ્રવીણભાઈના ભાઈ. સ્વ. નાનુભાઈ કાનજીભાઈ સલ્લા સરસીયાવાળાના જમાઈ. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૭-૨-૨૩ શુક્રવારના ૪ થી ૭. લૌકિક પ્રથા બંધ છે.
ખડાયતા વૈષ્ણવ વણિક
કપડવંજ ગામ હાલ મલાડ અનંતકુમાર શંકરલાલ શાહ (ઉં.વ. ૭૯) તા. ૫-૨-૨૩ના શ્રીજીશરણ પામ્યા છે. તે નિરંજનાબેનના પતિ. હિતેશ, અનિતા, હિરલના પિતા. નેહા, કુંજન, જીજ્ઞેશના સસરા. હિલોની, મહેકના દાદા. પ્રાર્થના સભા શુક્રવાર, તા. ૧૭-૨-૨૩ સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ ક. ઠઠ્ઠાઈ ભાટિયા હોલ નં ૩, ગેટ નં ૫, શંકર ગલ્લી, કાંદિવલી વેસ્ટ. પિયર પક્ષનું બેસણું તેજ સ્થળે રાખેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular