હિન્દુ મરણ
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
વિરમગામ હાલ કલ્યાણ સ્વ. રાજેન્દ્ર કાંતિલાલ દવેનાં ધર્મપત્ની કોકીલાબેન (ઉં. વ. ૭૮) તા. ૧૪-૨-૨૩ના મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે નિલેશ, છાયા ફડિયા, તથા મનીષા પંચોલીના માતુશ્રી. તે નીતા દવે, સ્વ. પ્રજ્ઞેશ ફડિયા અને સ્વ. કૌશિક પંચોલીના સાસુ. તે ધીમંત દવેના દાદી. તે દિક્ષિતા દવેનાં વડસાસુ. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૬-૨-૨૩ના ૫થી ૬.૩૦. નિવાસસ્થાને રાખેલ છે. ઠે. નિલેશ રાજેન્દ્ર દવે, ૧૦૪-૦૪, શીવ અમૃત ધામ, શીવ મંદિરની બાજુમાં, યોગીધામ, કલ્યાણ (વેસ્ટ).
કચ્છી ભાટિયા
ગં. સ્વ. નલિની સુરેશચંદ્ર ઉદેશી (ઉં. વ. ૭૩) તે સ્વ. સુરેશચંદ્ર ઉદ્દેશીના પત્ની. તે સ્વ. ઉર્મિલાબેન ઉમરશીભાઇ ઉદેશીના પુત્રવધૂ. તે સ્વ. ઝમકુરબાઇ દામોદરદાસ ગોંડલિયાના પુત્રી. તે સ્વ. હરેશભાઇ ઉદ્દેશીના ભાભી. તે સ્વ. શૈલેષ અને જિજ્ઞાના માતુશ્રી. તે જીજ્ઞેશ મહેતાના સાસુ. તે નિશિતાના નાની. શુક્રવાર ૧૦-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
દશ ગામ પંચાલ સમાજ
સ્વ. બીપીનભાઇ પ્રવિણચંદ્ર પંચાલ ગામ પલસાણાના (ઉં. વ. ૫૮) તે નિખિલભાઇ, અરુણાબેન, નયનભાઇ, જીતુભાઇના ભાઇ. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૨-૨૩ ગુરુવારના ૫થી ૭. ઠે. નડિયાદવાલા હોલ, લક્ષ્મીનારાયણ શોપિંગ સેન્ટરની સામે, પોદાર રોડ, મલાડ (ઇસ્ટ).
ઘોઘારી લોહાણા
નવાણીયા હાલ બોરીવલી, જયશ્રીબેન (ઉં.વ. ૫૩), તે સ્વ. કમળાબેન બાબુભાઈ વસાણીની પુત્રી. તે રાજીવભાઈની બહેન. તે ઉષ્મા રાજીવભાઈની નણંદ. તે કુંજલ સરબતસીંઘ, ઈવાંશી અક્ષય પંચમુખ તથા હીતાર્થની ફૈબા. તે સ્વ. ધનજીભાઈ, કાનજીભાઈ, સ્વ. ધીરૂભાઈ, સ્વ. અશોકભાઈ તથા સ્વ. કાંતાબેન ભુપતાણીની ભત્રીજી તા. ૧૨-૨-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની લૌકિક પ્રથા બંધ છે.
શ્રી દશા સોરઠીયા વણિક જ્ઞાતિ
શેરગઢ નિવાસી હાલ અંધેરી ગં. સ્વ. કુંદનબેન શેઠ (ઉં. વ. ૭૯)નું તા. ૧૨/૦૨/૨૩ રવિવારના અવસાન થયેલ છે. તે સ્વ. છબીલદાસ કરમચંદ શેઠના ધર્મપત્ની. રાજેશ, હિના ભરત ગગલાણી અને ફાલ્ગુની રાજેશ જોશીના માતુશ્રી. સ્વ. જયંતીલાલ નાનચંદ વખારિયાના પુત્રી. કેતનાના સાસુમા. બ્રિજના દાદીમા. મિકિતા રોહેન મણીઆર, શેફાલી હેરિલ શાહ અને મિરાજના નાનીમા. સ્વ. શાંતિલાલ, સ્વ. જગમોહનદાસ, સ્વ. જશવંતીબેન ચીમનલાલ પારેખ, રમેશભાઈ, નવીનભાઈ તથા હરેશભાઈના ભાભી. સાદડી અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સિદ્ધપુર નિવાસી હાલ બોરીવલી બાબુલાલ ભાઈશંકર મહેતા (ઉં. વ. ૯૫) તે ૧૨/૨/૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વ. રજનીબેનના પતિ. સ્વ. દેવશંકર દવેના જમાઈ. સ્વ. પ્રદીપભાઈ, ભરતભાઈ, દક્ષાબેનના પિતા. ચેતનકુમાર, નયનાબેનના સસરા. ધર્મેશ તથા ભાવિનીના નાના. રુદ્રા જયના દાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગામ ગઢડા નિવાસી હાલ બોરીવલી સોની અશોકકુમાર માધવજી ધકાણ (ઉં. વ. ૬૮) તે ૧૩/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. સ્વ. નરેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, પ્રજ્ઞાબેન ભરતકુમાર ધાણકના ભાઈ. સોનલબેન સંજયકુમાર તાંબે તથા વૈશાલી દિવ્યેશકુમાર પુરોહિતના પિતા. સ્વ. કાશીરામ દલ્લારામ થડેશ્ર્વરના જમાઈ. જયના મોટાબાપુ. તેમની પ્રાર્થનાસભા ૧૬/૨/૨૩ ના ૧૦ થી ૧૨ સોની વાડી, બોરીવલી વેસ્ટ.
કપોળ
મૂળગામ રાજુલા હાલ દહિસર કિરણકુમાર મોહનલાલ અમીદાસ મોદી (ઉં. વ. ૬૯) ૧૩/૨/૨૦૨૩ના શ્રીજીશરણ પામેલ છે. અરુણાબેન મોદીના પતિ. રોનક (રિદ્ધિ) પારસ, બીજલ સચિન, હેતલ મોદીના પિતા. સ્વ.જીતેન્દ્રભાઈ, અશોકભાઈ, પંકજભાઈ, ગં. સ્વ ભામિનીબેન અનીલકુમારના ભાઈ. સાસરાપક્ષે (ભંડારીવાળા) સ્વ. મણિલાલ પુરુષોત્તમદાસ મહેતાના જમાઈ. મોસાળપક્ષે ઉમેજવાળા સ્વ. દ્વારકાદાસ કનકદાસ મહેતાના ભાણેજ. તેમની સર્વપક્ષી પ્રાર્થનાસભા તા: ૧૬/૨/૨૦૨૩, ગુરુવાર ૫ થી ૭ સ્થળ: શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ , એસ. વી. રોડ,પારેખ લેન કોર્નર, કાંદિવલી વેસ્ટ.