હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
જામનગરના હાલ મલાડ મનોજભાઈ કરસનદાસ ચંદારાણા (ઉ.વ.૭૦) તા. ૧૧-૨-૨૩ શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે રશ્મિબહેનના પતિ, સ્વ. ભાગીરથી કરસનદાસ ચંદારાણાના દીકરા, સ્વ. પ્રભાબહેન લીલાધર ગણાત્રાના જમાઈ, શ્રુતિ, હૃષીકેશ, માનસીના પિતા, સ્વ. રાજેન્દ્ર ભાઈ, સ્વ. હર્ષાબેન, હર્ષા હરેશ દત્તાણી, પ્રીતિ પ્રસૂન મોદીના ભાઈદિયર, ચારુલ મનોજ શર્મા, ધરા ગૌતમ ઠકકર, દર્શા ભરત ગોકાણી, કોમલ અંકિત મશરુ, પ્રતીક, પ્રિયમના કાકામામા. લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ
બાબરા નિવાસી હાલ ઘાટકોપર પ્રવીણભાઇ થોરીયા તથા ચંદ્રિકાબેનના પુત્ર મયૂરભાઇ (ઉં. વ. ૪૬) શુક્રવાર તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે બીજલના પતિ. હેતના પિતા. દિલીપભાઇ, ગીતાબેન, રજનીભાઇ, રશ્મિબેનના ભત્રીજા. રસિકભાઇ જોટાણીયાના જમાઇ. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ હોલ, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
દશા શ્રીમાળી વણિક
ભાંભણ નિવાસી હાલ ઘાટકોપર અ. નિ. જયંતિલાલ છોટાલાલ મેતલીયા (શાહ)ના ધર્મપત્ની વર્ષાબેન તે મોહનલાલ જગજીવનદાસ મહેતાનાં દીકરી. વજુભાઇ, ધીરુભાઇ અને વીનુભાઇના ભાઇના પત્ની. તે સંજય, જયેશ, સરજુ, હિરેન, નયન અને ધવલનાં માતુશ્રી. તે અમિતાબેન, ભાવીનીબેન, પ્રદીપકુમાર, આરતીબેન અને જિંકલબેનનાં સાસુ. તા. ૧૧-૨-૨૩ના શનિવારના અક્ષરવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૨-૨૩ના સોમવારના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ બી.એ.પી.એસ. મંદિર, ૯૦ ફીટ રોડ, લવંડર બાગ, ઘાટકોપર (ઇસ્ટ).
કચ્છી લોહાણા
ગં. સ્વ. મંજુલાબેન અમૃતલાલ દેવજી સોનાઘેલા (ઠક્કર) ગામ કચ્છ ભાચુંડા હાલ મુલુન્ડના પુત્ર કિરીટ (ઉં. વ. ૬૦) તે ચિંતનનાં પિતા. ભાવના અરવિંદભાઇ ઠક્કર અને સ્વ. ભારતીના ભાઇ. તે સ્વ. કાનજી હરચંદ ગણાત્રા ગામ આમારાવાળાના દોહીત્ર. તે સ્વ. રણછોડદાસ (નાનાલાલ), સ્વ. છોટાલાલ, સ્વ. સુરેશચંદ્ર, સ્વ. કાંતિલાલ, ગં. સ્વ. સરલાબેન મનજી કતીરા, સ્વ. હરખાબેન જેઠમલ ભગદેના ભત્રીજા. સ્નેહા તથા કૃણાલના મામા. તે સ્વ. તુલસીદાસભાઇ, સ્વ. મુલજીભાઇ, નરશીદાસભાઇ, તેજસીભાઇ તથા નારાણજીભાઇનાં ભાણેજ. શનિવાર તા. ૧૧-૨-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિ
ગામ જામજોધપુર (ગોરખડી) હાલ સાંતાક્રુઝ સ્વ. ગોરધન પ્રાગજી પીઠડીયા, દયાબેન ગોરધન પીઠડીયાના પુત્ર શૈલેષ જી. પીઠડીયા (ઉં. વ.૫૪) તે મીનાબેનના પતિ. તે નિરાલી જય પરમાર, વૃષિકા અને વિશાલના પિતા. તા. ૮-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હસમુખભાઇ, તનસુખભાઇ, અરુણાબેન પ્રતાપકુમાર પીઠડીયા, પ્રફુલાબેન નવીનકુમાર સાચલા, ચેતના દિનેશકુમાર ધામેચાના ભાઇ. સ્વ. ધીરજલાલ પીઠડીયા તથા રસિકલાલના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૩-૨-૨૩ના ૪થી ૬. ઠે. સીતા સિંધુ ભવન, વિહાર હોટેલની સામે, રોડ નંબર-૮, પ્રોફેસર રામ પંજવાણી ચોક, નેહરુ રોડ, સાંતાક્રુઝ (ઇસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. દિવાળીબેન જીવરામ તન્નાના પુત્ર અરવિંદ (ઉં. વ. ૭૧) ગામ લારીયા હાલે મુલુંડ અર્ચનાબેન (ચંદા)ના પતિ. રિંપલ, નિર્મલના પિતા. તેજસ સુરેન્દ્ર ચોથાણીના સસરાજી. પૂજાના નાના. સ્વ. મંગલદાસભાઇ, સ્વ. કંકુબહેન મેઘજી, સ્વ. લક્ષ્મીબેન રવિલાલ, સ્વ. વસંતબેન દામોદર, સ્વ. જસોદાબેન નરેન્દ્ર, રશ્મિબેન જીતેન્દ્રભાઇ, દિના આશિતભાઇ, મંજુલાબેનના દિયર. ઉર્મિલા, કલ્પના, વંદનાના, સ્વાતિ જૈમીનના કાકા. શિવાંશના દાદા અને વિમલાબેન ઓધવજી ચોથાણીના જમાઇ. ગામ (કાલી તલાવડી) લાસલગાંવ તા. ૧૧-૨-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
સૌરાષ્ટ્ર ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
દેલવાડા નિવાસી હાલ ભાયંદર સ્વ. દયાશંકર વલ્લભજી પંડયાના ધર્મપત્ની રમીલાબેન તા. ૧૦-૨-૨૩ના દિવસે કૈલાશવાસી થયા છે. તે ગં. સ્વ. વર્ષા, સ્વ. રાજેન્દ્ર, મીના તથા સંજયના માતુશ્રી. અને ગં. સ્વ. દેવયાની, સ્વ. ભરત જોશી અને યોગેશ ઠાકરના સાસુ. તથા ધ્વનિના દાદી. પુનિત, વિરલ, ચાંદની, જય જીતના નાની અને મોનિકા, દિવ્યાના નાની સાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
જૂનાગઢ નિવાસી હાલ બોરીવલીના જયેન્દ્ર કાંતિલાલ બુદ્ધદેવના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં.વ.૭૫) તે ૧૧/૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સંજયના માતુશ્રી, કવિતાના સાસુ, સ્વ. દિલસુખરાય, સુરેશભાઈ, વિનુભાઈ, હરેશભાઇ, કનુભાઈ, જયેશભાઈ, હીરાબેન જયંતીલાલ ખોદાણી તથા ગીતાબેન અરવિંદભાઈ મજીઠીયા ના ભાભી, પિયરપક્ષે મણિલાલ હેમરાજ ભીમાજીયાનીના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧૩/૨/૨૩ ના રોજ ૪.૩૦ થી ૬.૩૦ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
નાથદ્વારા નિવાસી હાલ કાંદિવલી ભરત કેશવલાલ રામાણી ના ધર્મપત્ની અ. સૌ. કામિની (કુમુદબેન) (ઉં.વ.૬૯) તે રોનક તથા ભૂષણના માતુશ્રી. અંકિતાના સાસુ. જમનાબેન પ્રાગજીભાઈ સાગોઠિયાના દીકરી, નલીનભાઇ, કુસુમબેન જીતેન્દ્ર ગણાત્રા, ગં. સ્વ રમીલા ગિરીશ ઠક્કર તથા દક્ષા મુકેશ પુજારાના ભાભી, ૧૧/૨/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૩/૨/૨૩ ના રોજ ૪ થી ૬ કલાકે લોહાણા મહાજનવાડી બીજે માળે, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ કાંદિવલી વેસ્ટ, મુકામે રાખેલ છે.
દસા સોરઠીયા વણિક
સ્વ. કીર્તિકુમાર જયંતીલાલ મહેતા (લોટિયા) (ઉં. વ. ૬૬) હાલ ઘાટકોપર તા. ૧૦-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયંતીલાલ લાલજી મહેતા અને સ્વ. ભાનુમતી જયંતીલાલ મહેતાના પુત્ર. તે સ્વ. રેખાબેન કીર્તિકુમાર મહેતાના પતિ. તથા પરાગ, ધર્મેશના પિતાશ્રી. પાવાની પરાગ મહેતાના સસરા. વેદાંતી અને રાજવિકાના દાદા. તથા કમલેશભાઈ, ચેતનાબેન મહેશકુમાર ઝવેરી, જયશ્રી કીર્તિ શાહના મોટાભાઈ. સ્વ. હરિભાઈ વિઠ્ઠલદાસ કુરાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નિવાસસ્થાન : જય અરિહંત, ફ્લેટ નં. ૧૭, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ).
કપોળ
જાફરાબાદ હાલ મુંબઈ સ્વ. રમાબેન હરકિસનદાસ જગમોહનદાસ શ્રોફના પુત્ર હરેશભાઈ (ઉં. વ. ૭૩) તા. ૮-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ રિધ્ધીબેનના પતિ. અમીત અને શિવાનીના પિતા. લતિકાબેન સુરેશભાઈ ગોરડિયા, સ્વ. જગદીપભાઈ, હર્ષાબેન, હિતેનભાઈના ભાઈ. પ્રજ્ઞાબેન, કેતકીબેનના જેઠ. શ્ર્વસુર પક્ષે સિહોરના સ્વ. હર્ષદરાય નંદલાલ ભુતાના જમાઈ. મોસાળ પક્ષે સ્વ. ગંગાદાસ મુળજીભાઈ વળિયાના ભાણેજ. સર્વે લૌકિક પ્રથાઓ બંધ રાખેલ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
તળાજા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જીતેન્દ્ર શાંતિલાલ દેસાઈના ધર્મપત્ની જ્યોત્સનાબેન (ઉં. વ. ૮૧) શુક્રવાર તા. ૧૦-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે બીમલ-રૂપા, મીત્તલ-ફાલ્ગુની, અ.સૌ. રીટા નિલેશકુમાર મોદી, અ.સૌ. મોના જયકુમાર દેસાઈનાં માતુશ્રી. અ.સૌ. રીંકલ, દેશના, રોનક, વિશાલ, આદીત્ય, પ્રીયા, નિતારા, તોરલ, જીલ, પૂનમ, કોમલના દાદી-નાની. પિયર પક્ષે સ્વ. કાંતીભાઈ, સ્વ. દલીચંદભાઈ, સ્વ. બાવચંદભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. ચંપકભાઈ અજમેરા, સ્વ. હંસાબેન તુરખીયા, ઉષાબેન દોશી, ઈન્દુબેન વીરાણીનાં બેન. પ્રાર્થનાસભા: મંગળવાર તા. ૧૪-૨-૨૩, સમય: સાંજે ૫થી ૭. સ્થળ: લાયન્સ કોમ્યુનીટી હોલ, ગરોડીયા નગર, ઘાટકોપર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.