હિન્દુ મરણ
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગાંદડી નિવાસી હાલ બોરીવલી ચંદ્રકાંત ચુનીલાલ યાજ્ઞિક જાની (ઉં.વ. ૮૦) તે સ્વ. રવિશંકર ચુનીલાલ જાનીના નાનાભાઈ. ઉષાબેનના પતિ. સ્વ. ભુપતરાય કાશીરામ પંડ્યાના જમાઈ. ભાવેશ -ભૂમિતા, આનંદ-ઉષા (સોની) તથા વિશાલ-સુજાતાના પિતાશ્રી. ૯/૨/૨૩ના રોજ કૈલાસવાસી થયેલ છે. સર્વપક્ષની સાદડી ૧૨/૨/૨૩ના સાંજે પ થી ૭ કલાક કે લોહાણા મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસવી રોડ, કાંદીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કરના બ્રાહ્મણ
માંડવીવાળા હાલ મુંબઈ રાજેશ લક્ષ્મીદાસ જોશી (ઉં.વ. ૭૬) તે ૮/૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. સ્વ. જયેશ, જતીન, અતુલના પિતા. નિશા, લીનાના, સસરા. વિશાખા, રિયા, વિશાલના દાદા. લાલજી શ્યામજી જોશીના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૨/૨૩ના રોજ સાંજે ૪:૩૦ થી ૦૫:૩૦ કલાકે નિવાસસ્થાન: ૫ કુમાર એપાર્ટમેન્ટ, વિરાટનગર, વિરાર વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા હાલ ભાયંદર, મુંબઇ સ્વ. કમલાબેન મોહનલાલ કરસનદાસ ગાંધીના સુપુત્ર કાંતિલાલ, તે મિનાક્ષીના પતિ. સ્વ. ગુલાબરાય, સ્વ. ઇશ્ર્વરભાઇ, સ્વ. ઉર્મિલા (અનુબેન) નટવરલાલ મહેતાના નાના ભાઇ. તે ધવલેના પિતા. ભાવિશાના સસરા તથા જય અને કીયાના દાદા. સ્વ. મનસુખલાલ તુલસીદાસ મોદીના જમાઇ. સ્વ. મનુભાઇ છગનલાલ વલિયાના ભાણેજ બુધવાર, તા. ૮/૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૨/૨/૨૩ના રોજ સાંજે ૫ થી ૭ વાગે રાધા માધવ કો.હા.સો.લી., ૧૫૦ ફૂટ રોડ, ભાયંદર પશ્ર્ચિમ ખાતે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ છે.)
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
સ્વ. શ્રી બંકિમભાઈ વિષ્ણુપ્રસાદ ગોર ગામ- દાવડ, હાલ- કાંદીવલી મુંબઈ (ઉં.વ. ૬૪) તા. ૮/ર/૨૩ને બુધવારે એકલિંગજી શરણ થયેલ છે. તે રીટાબેનના પતિ. માલવિકાના પિતા. સ્વ. ભરતભાઈ, ચેતનભાઈ, કમલેશભાઈ, સ્વ. હિતેનભાઈ.નીખીલભાઈના ભાઈ તથા ગલોડિયા નિવાસી સંજય નારાયણદાસ જોષીના બનેવી. રવિકુમાર બિપીનચંદ્ર જોષીના – સસરા. બંને પક્ષનું બેસણું શનિવારે તા. ૧૧/૨/૨૩ને સાંજે ૪ થી ૬ સમય દરમ્યાન નીચેના સ્થળે રાખેલ છે. લોહાના મહાજન વાડી, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).
શિહોર સંપ્રદાય ઓદિચ્ય અગીયારસે
નિવાસી હાલ બોરીવલી (ગોરાઈ) સ્વ. મધુબેન વજલાલ ભટ્ટના સુપુત્ર અરુણભાઈ (ઉં.વ. ૭૬) મંગળવાર, ૭/૨/૨૩ના કૈલાશવાશી થયેલ છે. તે પાર્વતીબેનના પતિ. વિશ્ર્વેશ, રિદ્ધિ પ્રશાંત કદમના પિતા. ગં.સ્વ. ચંદ્રીકાબેન, અશોકભાઈ, મૂકેશભાઈ તથા વીરેન્દ્રભાઈના મોટાભાઈ તથા સ્વ. જસવંતભાઈ ભટ્ટ (ઔદિચ્ય ખરેડી)ના જમાઈ. (લૌકીક પ્રથા બંધ છે).
કંઠી ભાટિયા
જયસિંહ ભાટિયા (વેદ) (ઉં.વ. ૮૨), તે સુંદરબાઈ વિઠ્ઠલદાસ વેદના સુપુત્ર. તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. મધુરીબેન તથા સ્વ. દિલીપભાઈના ભાઈ. તે સ્વ. જેરામ કાનજી નેગાંધીના જમાઈ. તે રાજીવ તથા રીતેશના પિતા. તે ભાવના તથા નેહાના સસરા. તે નાયશાના દાદા, તા. ૮-૨-૨૩, બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૧-૨-૨૩ના સાંજે ૫.૦૦થી ૬.૩૦ દરમ્યાન બાલકન-જી-બારી, રાજાવાડી, ઘાટકોપર પૂર્વ મધ્યે રાખેલ છે. રહેઠાણ- ૨૦૫, શુભમ બિલ્ડીંગ, રાજાવાડી રોડ નં-૧, ઘાટકોપર-પૂર્વ.
નવગામ ભાટીયા
કાંતિભાઇ (ઉં. વ. ૮૧) તે અમરેલીવાળા સ્વ. કાન્તાબેન પાનચંદ આશરના દીકરા. તે અનીલભાઇ, રતુભાઇ, પ્રવીણભાઇ, અશોકભાઇ, વિજયભાઇના ભાઇ. તે સ્વ. ઉર્મિલાબેનના પતિ. તે રૂપેશ તથા સીમાના પિતા. તે શીતલ તથા જીતેન્દ્ર પાલેજાના સસરા. તે સ્વ. કાન્તાબેન હરીદાસ સંપટના જમાઇ. વંસના દાદા અર્જુનના નાના શુક્રવાર તા. ૧૦-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
નાંદોલ નિવાસી હાલ મુંબઇ ચંદ્રકાંત માણેકલાલ દવે (ઉં. વ. ૮૫) તા. ૧૦-૨-૨૩ના દેવલોક પામ્યા છે. તે ઉષાબેનના પતિ. ધર્મેન્દ્ર, ભાવના બંદિશકુમાર મહેતાના પિતા. નીતાબેનના સસરા. કુશલના દાદા. સ્વ. ગુણવંતભાઇ, સ્વ. કપિલાગૌરી, શર્મિષ્ઠાબેનના ભાઇ. લૌકિક ક્રિયા બંધ છે.
દશા સોરઠીયા વણીક
ક્રાંકચ હાલ બોરીવલી સ્વ. દેવકુંવરબેન નટવરલાલ હેમાણીના સુપુત્ર કીર્તિભાઇ (ઉં. વ. ૬૬) તા. ૯-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગીતાબેનના પતિ. વૈભવ, મીતેષ, કૃપાબેનના પિતા. મનસુખભાઇ, અરવિંદભાઇ, દીલીપભાઇ, સ્વ. ભાનુબેન જેઠાલાલ મહેતા, સ્વ. મંજુલાબેન લલિતકુમાર ડુંગરાણી, હંસાબેન કિશોરકુમાર ડુંગરાણી, ભારતીબેન નવનીતકુમાર ગાદોયાના ભાઇ. તથા નિર્મળાબેન ગોકુળદાસ પારેખના જમાઇ. રાજેશ, હીતેષ, હરેશ, સોનમ, મીતાલી, જીનલ, સીમાના કાકા. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
અ. સૌ. દેવમણીબેન જગદીશભાઇ ગણાત્રા, ગામ જંગડીયા (કચ્છ) હાલે ઘોડબંદર (થાણે) તે સ્વ. રતનબેન લક્ષ્મીદાસ ગણાત્રાના પુત્રવધૂ. તે સ્વ. મુક્તાબેન પ્રાગજી મનજી ચંદનના મોટા સુપુત્રી. તે અર્ચના મિતેશ ગણાત્રા તથા અર્ષદીપ ભાવિક ગણાત્રાના માતુશ્રી. ધીરના દાદીમા. તે ગં. સ્વ. ધનગૌરીબેન હીરજીભાઇ ઠક્કરના ભાભીશ્રી. તે હરેશભાઇ, દીલીપભાઇ, સ્વ. લતાબેન, તથા કૃપા જયેશ તન્નાના બહેન તા. ૮-૨-૨૩ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મોણપરવાળા દોલતરાય શામળદાસ મહેતાના ધર્મપત્ની સ્વ. મૃદુલા (ઉં. વ. ૮૦) તે કેતકી કલ્પેશ પારેખ તથા ભાવિકના માતુશ્રી. તે મેઘનાના સાસુ. તે શિહોરવાળા સ્વ. અનંતરાય હરિવલ્લભદાસ ભુતાના પુત્રી. તથા કીર્તિભાઇના મોટીબહેન. વિદીતના દાદી તા. ૫-૨-૨૩ના રોજ વડોદરા મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૩ના રવિવારે સાંજે ૪થી ૬. ઠે. રામજી અંદરજીની વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.) લૌકિક ક્રિયા રાખેલ નથી.
બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ. કલાબેન અને સ્વ. કાંતિલાલ પરીખ (નવાબ)ના પુત્ર રમેશચંદ્ર પરીખ (નવાબ) (ઉં. વ. ૮૦) તા. ૭-૨-૨૩ના બાલાસિનોર મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે ઉર્વશીબેનના પતિ. પરાગ અને કાર્તિકના પિતા. ક્રિના અને નિશાના સસરા. અને રાશી, હીત, કેનીલ, યહવીના દાદા અને સરલાબેનના ભાઇ. લૌકિક પ્રથા બંધ છે.
પંચાલ
સ્વ. કુંદનબેન (શાંતાબેન) ચંદ્રકાન્તભાઇ પંચાલ ગામ બીલીમોરા (ઉં. વ. ૮૫) તા. ૭-૨-૨૩ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. હાલ રહેવાનું ઘાટકોપર સ્વ. ચંદ્રકાન્તભાઇના પત્ની. જીતેન્દ્રભાઇ, જયશ્રીબેન અને મનોજભાઇના માતુશ્રી. તે જયંતભાઇ, કલ્પનાબેન અને ફાલ્ગુનીબેનના સાસુજી. નેહલ, આંચલ, સોનલ, પ્રણવ, દેવાંશીના દાદી. રિતેશ, રવિના નાની અને ચાર્મીના દાદી-સાસુ. સાદડી સોમવાર, તા. ૧૩-૨-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. શિવાજી હોલ, ૧૬, કામાલેન, એસ. એન. ડી. ટી. કોલેજની પાસે, ઘાટકોપર (વે), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાગેશ્રીવાળા હાલ મલાડ સ્વ. રમણીકલાલ અમીદાસ મહેતા અને ગં.સ્વ. શારદાબેનના પુત્ર સ્વ. વિજયભાઈ મહેતા (ઉં.વ.૫૮) તા. ૯-૨-૨૩ ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે દીપિકાના પતિ. જાનવી, જીમિતના પિતા. સ્વ. મયુરીબેન ભરતભાઈ મહેતા અને અ.સૌ. સંધ્યાબેન (સોનલ) હરેશકુમાર મહેતાના ભાઈ. સ્વ. મણિલાલ ગિરધરલાલ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા: રવિવાર, સાંજે ૫થી ૭ સરનામું: મલાડ કપોળ બેન્કવેટ હોલ, રામચંદ્ર લેન એક્સ્ટેશન રોડ, કાચપાડા, મલાડ (વેસ્ટ).
નાયક ભોજક બ્રાહ્મણ
હિરેન મધુકર નાયક (ઉં. વ.૪૬) ગામ ઊંઢાઇ હાલ મુંબઇ, સ્વ. મધુકરભાઇ અને ગં. સ્વ. કલ્પનાબેનના પુત્ર. પ્રીતિબેનના પતિ. અને ઓમના પિતા. જિજ્ઞાબેન મહેતાના ભાઇ તથા હિતેશભાઇ મહેતાના સાળા. તા. ૭ ફેબ્રુઆરીને મંગળવારે દેવલોક પામ્યા છે. તમામ લૌકિક વ્યવહાર બંધ છે.