હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ દેસાઈના કોરીવાડ હાલ સાંતાક્રુઝ, રતીલાલ રણછોડદાસ પટેલ (ઉં.વ. ૭૮) સોમવાર, તા. ૩૦-૧-૨૩ના અવસાન પામેલ છે. તે. સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. રણછોડદાસ પ્રેમજીના સુપુત્ર. તે વનિતાબેનના પતિ. તે સ્વ. રમણલાલ, સ્વ. મણિલાલ, ગોવિંદભાઈ, વસંતભાઈ, સ્વ. પાર્વતીબેન, સ્વ. મણીબેન, સ્વ. ઝીણીબેન તથા સ્વ. જશુબેનના ભાઈ. તે સ્વ. કમળાબેન, સુમિત્રાબેન, રેખાબેન, દમયંતીબેનના દિયર. તે પારૂલબેન તથા મિલિંદના પિતાશ્રી. તે કમલેશભાઈ તથા ઉર્વશીના સસરા. તે ધ્રુવ-ક્રિશના નાના, નક્ષના દાદા બેસણું-પુચ્છપાણી: શનિવાર, તા. ૧૧-૨-૨૩. ઠે. ૪, શિવકુમાર પાંડે ચાલ, સિંધી વાડી, પ્રભાત કોલોની, સાંતાક્રુઝ ઇસ્ટ.
કચ્છી લોહાણા
ગં. સ્વ. ઝવેરબેન પોબારીયા (ઉં. વ. ૮૦) કચ્છ ગામ નાગલપુર અંજાર હાલે અંધેરી તા. ૭ ફેબ્રુઆરી ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કેશવજી વિશ્રામના ધર્મપત્ની. તે જેઠાલાલ રાઘવજી કોડરાણી અંજારવાળાની પુત્રી. પપુબાઇ (દિનેશ) ગીરીશ, ભાવના બીપીન પોપટ, ચેતના કિશોર હાલાણીના માતુશ્રી. તે નેહા, હીનલ વિશ્ર્વમ વેદાંસીના દાદીમા. તે ડોલી, ખુશ્બુ, રીયા, તન્મયના નાનીમા. તે ચંદ્રિકા, કાજલ (હેતલ), બીપીન, પોપટ, સ્વ. કિશોર હાલાણીના સાસુમા. પ્રાર્થનાસભા શગુન હોલ, દેવીદયાલ રોડ, બંબખાના પાસે, મુલુંડ (વેસ્ટ), શુક્રવાર ને તા. ૧૦ ફેબ્રુઆરીના સાંજે ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મોણપરવાળા દોલતરાય શામળદાસ મહેતાના ધર્મપત્ની સ્વ. મૃદુલા (ઉં. વ. ૮૦) તે કેતકી કલ્પેશ પારેખ તથા ભાવિકના માતુશ્રી. તે મેઘનાના સાસુ. તે શિહોરવાળા સ્વ. અનંતરાય હરિવલ્લભદાસ ભુતાના પુત્રી તથા કિર્તીભાઇના મોટીબહેન. વિદીતના દાદી. તથા માનવ, મેહા અને માહીના નાની. તા. ૫-૨-૨૩ના વડોદરા મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૨-૨૩ના રવિવારે ૪થી ૬. ઠે. રામજી અંદરજીની વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.) ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા રાખેલ નથી.
ઉમરેઠ વિશા ખડાયતા વણિક
ઉમરેઠ નિવાસી હાલ બોરીવલી પ્રદીપભાઈ તલાટી (ઉં. વ. ૭૪), તે સ્વ. નવનીતલાલ ચીમનલાલ તલાટી અને સ્વ. શારદાબેનના સુપુત્ર. સ્વ. કાંતિલાલ શેઠના જમાઈ. ગીતાબેનના પતિ. વિપુલ સ્વ. સમીરના પિતા. આશાબેન ઇન્દ્રવદન સુતરીયા, વિનોદભાઈ, સ્વ. મહેશભાઈના મોટાભાઈ. ઝરણાબેન, સ્વ. રૂપાબેનના જેઠ, તા. ૦૬/૦૨/૨૩ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧/૦૨/૨૩, શનિવાર ને ૫ થી ૭ સ્થળ: લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકરમંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ).
દશા ઝારોળા વણિક
મૂળ વતન બુરહાનપુર નિવાસી હાલ બોરીવલીના સ્વ. કુસુમબેન મહેન્દ્રલાલ ઠાકોરદાસ શાહના પુત્રવધૂ. અ. સૌ. લતા શાહ (ઉં. વ. ૬૮) તે હેમંત મહેન્દ્રલાલ શાહના ધર્મપત્ની, અમીતના માતુશ્રી. અ. સૌ.ભાવિકાના સાસુ. પિયરપક્ષે સ્વ. માણેકબેન વિઠ્ઠલદાસ બાબુશાના દીકરી. શ્રિયાન તથા વિયાનાના દાદી. ૭/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નડિયાદ દશા ખડાયતા વણિક
પ્રવિણભાઈ બાબુલાલ પરીખ રહેવાસી સાંતાક્રુઝ (પશ્ર્ચિમ) (ઉં. વ. ૮૩) તા. ૮-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૨-૨૦૨૩ શુક્રવારના રોજ રોટરી સર્વિસ સેન્ટર, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (પશ્ર્ચિમ). સમય ૫ થી ૭.
શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ
ખાખરેચી નિવાસી હાલ દાદર, સ્વ. માણેકલાલ હુકમીચંદ સંઘવીના સુપુત્ર પ્રવીણચંદ્ર (ઉં.વ. ૮૩) તે હંસાબેનના પતિ. સચીન, સુરેખા સંજયભાઈ, દીના પરેશભાઈ, પ્રિતી ભાલેશભાઈના પિતાશ્રી. બીજલના સસરા. કાન્તીભાઈ, મહેન્દ્રભાઈ, લલિતભાઈ, ચંદનબેન તથા ધ્રુવલતાબેનના ભાઈ. સાસરા પક્ષે સ્વ. માણેકલાલ અમૃતલાલ શાહના જમાઈ. તા. ૮/૨/૨૩ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તા. ૧૦/૨/૨૩ શુક્રવારના ૩.૩૦ થી ૫. શ્રી લખમશી નપુ હોલ, ચંદાવરકર લેન, માટુંગા (ઈસ્ટ). નિવાસસ્થાન- ૧લે માળે, સ્મૃતિ કુંજ, મામાકાણે હોટેલની ઉપર, દાદર (વે).
કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લા, સ્વ. સરસ્વતીબેન ભગવાનદાસ ઓધવજી ગાંધીના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં.વ. ૮૦), તે સ્વ. જ્યોતિબેનના પતિ. તે કેતન, પારૂલ, સમીરના પિતા. તે હીરલ, અમી, સમીર પ્રવિણભાઈ સંઘવીના સસરા. તે કૃષમી, શ્રેયાંસ, રૂષભ, ધ્રુવ, શીવાની, સૃષ્ટીના દાદા. તે સ્વ. જયાબેન નટવરલાલ ચીતલીયા, સ્વ. પ્રફુલ્લાબેન લલીતકુમાર મહેતા, રેણુકાબેન પ્રવિણભાઈ ગોરડીયાના ભાઈ. તે સ્વ. ગીરજાબેન અમૃતલાલ જગદીશભાઈ પારેખના જમાઈ. તે તા. ૮-૨-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૨-૨-૨૩ના ૫ થી ૭. સ્થળ- વિશ્ર્વકર્મા બાગ, ૩૬-૩૭, બજાજા રોડ, વિલેપાર્લા-વેસ્ટ.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
(સુરત) ગામ સુરત હાલ મુંબઈ હેમંતભાઇ મહેન્દ્રલાલ જોષી (ઉં.વ. ૮૫) તા. ૭/૨/૨૩ ને મંગળવારના સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. મહેન્દ્રલાલ તથા સ્વ. હીરાબેનના પુત્ર. રંજનબેનના પતિ. કૈવલ્ય અને પિંકીના પિતા. સોફીયાના નાના. તે શ્રી સોમશંકર ત્રિવેદીના જમાઈ. તે સ્વ. ઉમેશભાઇ, સ્વ. નરેશભાઇ, સ્વ. મધુકરભાઇ, સ્વ. બીપીનભાઇ તથા સ્વ. હેમાંગિની ગોરના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧૦/૨/૨૩ ને શુક્રવારે ૫ થી ૭ ખડાયતા ભુવન, ૨૧૩ રાજા રામ મોહનરાય રોડ, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪.
સુરતી દશા પોરવાડ વણિક
સ્વ. હસમુખલાલ નાનાલાલ દેસાઇના ધર્મપત્ની ગં. સ્વ. નિલા હસમુખલાલ દેસાઇ (ઉં. વ. ૮૭) તા. ૮-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે રીટા, કેતન, કૌશીક, તથા મયંકના માતુશ્રી. સુભાષ, ચિત્રા, મયુરી તથા હીનાના સાસુ. તે પદ્મકાંત, નાનાલાલ દેસાઇ તથા કુમુદબેન, સંજાણવાળાનાં ભાભી. અને સ્વ. પ્રફૂલચંદ્ર, કૃષ્ણકાંત તથા સ્વ. સુરેશના બેન. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.