હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
અમરેલીવાળા હાલ ઘાટકોપર તે સ્વ. લીલાવતી અને સ્વ. બાલુભાઈ કાનજી મોદીના પુત્ર હરકિસનભાઈ (ઉં. વ. ૮૩) ૩૦-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. હિતેષ-ભારતી, ભાવિક-ટીના અને પારૂલ વિપુલભાઈ વોરાના પિતાશ્રી. તે ગં. સ્વ. અનસુયાબેન ત્રિભોવનદાસ, મધુરી-હરેશ, સ્વ. તારાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. નીલાબેન, અ. સૌ. દમયંતીબેન અને ગં. સ્વ. પુર્ણિમાબેનના ભાઈ. તે અમરેલીવાળા મોહનલાલ કરસનદાસ પારેખના જમાઈ. મોના, મીત, વંશિકા, કોમલ જીમીત શાહ અને વરૂણના દાદા. સર્વે લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ બળેજ હાલ ખારના સ્વ. કાનજીભાઈ માધવજી મજીઠીયાના ધર્મપત્ની ગં. સ્વ. કાન્તાબેન (ઉં. વ. ૯૨) તે નટવરલાલ, નરેન્દ્ર, અરૂણાબેન હરેશકુમાર કાનાબારના માતુશ્રી. સ્વ. પ્રેમાબેન દેવચંદ બોરીયા (થાણા-પીપડી)ના દીકરી. કેતન, વિક્કી, કીરીટ, અ. સૌ. દીપીકા દિવ્યેશકુમાર દક્ષીણી, અ. સૌ. હેતલ અજયકુમાર માતાના દીદામા. સરલાબેન, જયશ્રીબેનના સાસુમા ગુરુવાર, ૩૦-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
પાટણ ખેજડાનો પાડો, હાલ બોરીવલીના નરેન્દ્રભાઈ મંગળદાસ સ્વરૂપચંદ શાહ (ઉં.વ. ૭૮) તે ૨/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે માયાબેનના પતિ. અલ્પેશ-હેતલ, સચિન-સોનલ તથા રેશ્માના પિતા. સ્વ. રમીલાબેન નાનાલાલ, સ્વ. મંજુલાબેન મહેન્દ્રભાઈ, ગં.સ્વ. સુશીલાબેન પુષ્પસેન, શ્રીમતીબેન ઉમાકાન્ત, અરૂણાબેન રાજેન્દ્રકુમારના ભાઈ. જય, વત્સલ, જૈનમ, શિલ્પીના દાદા. સાસરાપક્ષે ખંભાત હાલ મુંબઈના સ્વ. ચંદુભાઈ જીવાલાલ શાહના જમાઈ. તેમની ભાવયાત્રા ૩/૭/૨૨ના રોજ ૧૦ થી ૧૨ કલાકે મહાવીર સ્વામી જૈન દેરાસર, કોટક બેન્કની સામે, બોરીવલી વેસ્ટ.
દેસાઈ સઈ સુથાર
ત્રાપજ હાલ દહીંસરના રાજુભાઈ ગોપાલભાઈ લલ્લુભાઇ વાઘેલા (ઉં.વ. ૫૨) તે ૨૯/૬/૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. મેહુલ તથા પુનિતના પિતા. રિંકલના સસરા. સ્વ. કેશુભાઈ, ભરતભાઈ, સ્વ. જીતુભાઇ, હેમતભાઈ, સ્વ. નિમુબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. કુંદનબેન, મંગુબેન તથા ગીતાબેનના ભાઈ. ભાવનગર નિવાસી સ્વ. મનસુખભાઇ મુળજીભાઈ ગોહિલના જમાઈ. તેમનું બેસણું ૩/૭/૨૨ના ૪ થી ૬ કલાકે દેસાઈ સાઈ સુથાર વાડી, અશોક ચક્રવતી રોડ, સ્વયંભૂ ગણપતિ મંદિર સામે, કાંદિવલી ઈસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
પદમપુરવાળા હાલ કાંદિવલી સ્વ. નરેશભાઈ છોટાલાલ મોદીના ધર્મપત્ની લતાબેન (ઉં.વ. ૬૮) તે ૧/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે હર્ષા જયેશ મોદી, રાજુ આનંદજી ભગતના બહેન. જીતેન્દ્ર, ત્રંબક, સુરેશ, પ્રફુલા, હંસા, જ્યોતિ, ઉષા, રાજેશ્રીના ભાભી. મેહુલ, રચના આશિત ભાયાણીના માતા. મીરાના સાસુ. અનિકેતના દાદી. તેમની પ્રાર્થનાસભા ૩/૭/૨૨ના ૪ થી ૬ કલાકે વર્ધમાન હોલ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
લક્ષમણભાઇ ઠક્કર (ઉં.વ. ૮૮) તે સ્વ. દેવકાબેન અને સ્વ. ચાંપશી માવજી ઠક્કરના પુત્ર અંજાર હાલ બોરીવલી, કમળાબેનના પતિ. મોખરીના સ્વ. પાર્વતીબેન મંગલદાસ હેમરાજ સાયતાના જમાઈ. રીટા કમલ ઠક્કર, નયના સંજય ઠક્કર, વીણા હિતેશ માણેક, હર્ષા કૌશિક માણેક, સ્વ. મહેશ-પ્રતિભાના પિતા. ખુશ્બુ, ચિન્મય, યશ, ઈશાતી, કુણાલ, શિવાંગી, ગૌરાંગ, નિશ્ચય, અલૈસાના દાદા ૧/૭/૨૨ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કંઠી ભાટિયા
કૃષ્ણકુમાર આસર (ઉં. વ. ૭૦) સ્વ. પ્રભાબેન મથુરાદાસ આસરના સુુપુત્ર. સ્વ. જયવતીબેન, જમનાદાસ વેદના જમાઇ. તારાબેનના પતિ. કુનાલ, ફોરમના પિતા. શિતલ, પ્રતિકના સસરા. વિનુ, મધુ, મીનાના ભાઇ. તા. ૩૦-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩-૭-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, સરીતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
નવગામ વિશા દિશાવિશાવલ વૈષ્ણવ વણિક
અંધેરી સ્વ. કાંતિલાલ શાહ અને જયાબેન કાંતિલાલ શાહના પુત્રવધૂ સ્વ. ચંદ્રકાન્ત શાહ અને સ્વ. ચિત્રાબેન શાહની પુત્રી. રાજેશ કાંતિલાલ શાહના ધર્મપત્ની. ઇલા રાજેશ શાહના માતા. કુમિશા રાજેશ શાહ (ઉં. વ. ૫૭) તા. ૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત મોઢ અડાલજા વણિક
હાલ મુંબઇ ચંદ્રકાન્ત રતનલાલ શાહ (ઉં. વ. ૯૧) તા. ૨-૭-૨૨ શનિવારના દેવલોક પામ્યા છે. જયોત્સનાબેનના પતિ. સ્વ. સુનિલ, પૂર્ણિમા દલાલ, નિમીષા શુકલાના પિતા. અમિતા, અનિષકુમાર, જીતેન કુમારના સસરા. જેહિલ, નિકુંજના દાદા. ખુશ્બુ, કૃપાના વડસસરા. લૌકિક વ્યવહાર બંધ છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.