હું રાષ્ટ્રપતિ મુર્મૂને મળીને માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે નહીં ઝૂકીશઃ અધીર રંજન ચૌધરીએ કર્યા ભાજપ પર વળતા પ્રહાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલા નિવેદનને કારણે સંસદ અને દેશના રાજકારણમાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે તેમણે જણાવ્યું છે કે, હું રાષ્ટ્રપતિ મુર્મુની માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે ઝુકીશ નહીં.
નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કહ્યા હતાં, જેને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભામાં શાબ્દિક યુદ્ધ થયું હતું. ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહી છે ત્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને આદિવાસી વિરોધી, મહિલા વિરોધી અને ગરીબ વિરોધી જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સોનિયા ગાંધીને પણ માફી માંગવાની માગણી કરી છે.
વિવાદને વધતો જોતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મેં રાષ્ટ્રપતિને મળીને માફી માંગવા માટે સમય માંગ્યો હતો, પરંતુ ભાજપ સોનિયા ગાંધી પર શા માટે નિશાન સાધી રહી છે. હું ભાજપને ચેલેન્જ આપું છું કે આગળ આવી ને મારી સાથે લડે. અમારી નેતા, જે મહિલા છે એને ટાર્ગેટ કરવાનું બંધ કરે. હું ફરી એક વાર કહું છુ કે મારી ભૂલ થઈ છે. હું બંગાળી છું મારી હિંદી સારી નથી. મને સાંસદમાં સ્પષ્ટીકરણ આપવાનો મોકો મળે.

1 thought on “હું રાષ્ટ્રપતિ મુર્મૂને મળીને માફી માંગીશ, પરંતુ આ પાખંડીઓ સામે નહીં ઝૂકીશઃ અધીર રંજન ચૌધરીએ કર્યા ભાજપ પર વળતા પ્રહાર

  1. Hindi-speaking people from UP and Bihar especially want everything sail and done in Hindi. In the process they resort to Sanskrit and arrive at words only they could understand, if at all! That is why ‘rashtrapatni’. Actually if instead of Rashtrapati, if Rashtrapramukh were to be used no translation or substitution would be required. People from South India justly object to this and call it Hindi speaking North Indians’ hegemony. English language’s vocabulary isrich because it does not make atrocious translations of words from other languages if they are in currency and understoodby Anglophones. No resorting to Latin or Greek just to make English translation. Bollywood does a far better job of popularizing Hindi than the babus. The lyrics of Bollywood songs are mostly in Urdu. Does anyone object; or are people ignorant? None of the two because the words are easily understood by lay people.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.