Homeદેશ વિદેશHindenberg Reserach: હવે હિંડનબર્ગના ઝપટમાં આવી આ કંપની...

Hindenberg Reserach: હવે હિંડનબર્ગના ઝપટમાં આવી આ કંપની…

બોલો, જેક ડોર્સીના નેતૃત્વવાળી કંપનીના શેરમાં અઢાર ટકા ધોવાણ
અદાણી ગ્રૂપ પછી શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે ગુરુવારે કહ્યું હતું કે તેને બ્લોક ઈન્ક (અગાઉ સ્કવેર ઈન્ક તરીકે ઓળખાતી)ના શેરને શોર્ટ કર્યા છે. રિસર્ચ ફર્મે કહ્યું છે કે તેને જેક ડોર્સીના નેતૃત્વવાળી પેમેન્ટ કંપની બ્લોકના શેરનું શોર્ટ પોઝિશન પર રાખ્યા છે. હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં કહ્યું છે કે બ્લોક કંપનીએ તેના યૂઝરની સંખ્યા વધારીને બતાવી છે તો કસ્ટમર પર કરવામાં આવેલા ખર્ચને ઘટાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. હિંડનબર્ગના રિપોર્ટ પછી પ્રીમાર્કેટ ટ્રેડમાં બ્લોકના શેરોમાં અઢાર ટકા જેટલું ધોવાણ થયું હતું.
રિપોર્ટમાં જણાવાયું છે કે બે વર્ષના ઈન્વેસ્ટિગેશનમાં તેમને જોયું છે કે બ્લોકે વ્યવસ્થિત રીતે ડેમોગ્રાફિક્સનો ફાયદો ઉઠાવ્યો હતો અને તેની મદદ કર્યાનો તે દાવો કરે છે. બ્લોકના બિઝનેસ પાછળનો મુખ્ય જાદુ ડિરપ્ટિવ ઈનોવેશન નથી, પરંતુ ગ્રાહકો અને સરકારની સામે છેતરપિંડી કરવાનો હેતુ હતો. એટલું જ નહીં, રેગ્યુલેશનથી બચવા, પ્રીડેટરી લોનના ડ્રેસઅપ, રિવોલ્યુશનરી ટેકનોલોજી, રોકાણકારોને ભ્રમીત અને મેટ્રિક્સને છેડછાડ કરીને બતાવવામાં આવ્યો છે. હિંડનબર્ગના અહેવાલ અનુસાર તેમાં ભૂતપૂર્વ કર્મચારીઓ, ભાગીદાર અને ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થાય છે. તેને નિયમનકારી અને મુકદ્દમાના રેકોર્ડ તેમજ FOIA અને વિનંતીઓ ધરાવતા જાહેર રેકોર્ડની પણ સમીક્ષા કરી. હિંડનબર્ગે રિપોર્ટમાં જણાવ્યું છે કે જેક ડોર્સીએ પાંચ અબજ ડોલરનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને એની સાથે સાથે કંપની પર આરોપ મૂક્યો છે કે ડોર્સી અને કંપનીના ટોચના એક્ઝક્યુટિવએ એક અબજ ડોલરના શેર વેચી માર્યા છે. તમને એ વાત પણ જણાવવાની કે જેક ડોર્સીને ટવિટરના કો-ફાઉન્ડર અને સીઈઓ પણ રહી ચૂક્યા છે. અલબત્ત, બ્લોક ઈન્ક અબજો ડોલરની માર્કેટ કેપ ધરાવતી કંપની છે, જે બેન્ક વિના અને અંડરબેન્ક લોકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે જાદુઈ નાણાકીય તકનીક વિકસાવવાનો દાવો કરે છે, એવું રિપોર્ટમાં જણાવ્યું છે.


અગાઉ 24મી જાન્યુઆરી, 2023ના હિંડનબર્ગ રિસર્ચ અદાણી ગ્રૂપના સ્ટોકને શોર્ટ કર્યા હતા. રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર પણ સ્ટોકમાં ગેરરીતિ અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્ટોકમાર્કેટમાં ગ્રૂપના શેરનું ધોવાણ થયું હતું. હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટ પછી સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ અદાણી ગ્રૂપની 10 કંપનીના શેરમાં માર્કેટ કેપમાં 19 લાખ કરોડથી ઘટીને સાત લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -