છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લા અને હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને લીડ મળવા વચ્ચે સિમલા પહોંચી રહ્યા છે. ભૂપેશ બઘેલ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક હતા. વલણોને જોતા, ભૂપેશ બઘેલે ગુરુવારે પહાડી રાજ્યમાં સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. બઘેલે મીડિયાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની તેમની આશંકાઓ પર પણ ભાર મૂક્યો હતો.
ભૂપેશ બઘેલે મીડિયાને પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘હિમાચલની ઘણી સીટો પર કોંગ્રેસ આગળ છે, પરંતુ બીજી ઘણી સીટો પર નજીકની લડાઈ છે. ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તેમણે કહ્યું, ‘અમે જે આશા રાખી હતી કે હિમાચલમાં અમારી સરકાર બનશે, તે થઈ રહ્યું છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું હોર્સ ટ્રેડિંગની આશંકાઓ વચ્ચે હિમાચલના ધારાસભ્યોને રાયપુર લાવવામાં આવશે, ત્યારે ભૂપેશ બઘેલે કહ્યું કે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે.
#WATCH | Chhattisgarh CM says, “Counting on. Still, we had hoped to form govt there & we can see it happening”
“Won’t bring them here but we’ll have to take care of our friends as BJP can do anything & go to any level,” he says on horse-trading suspicions#HimachalElection2022 pic.twitter.com/6Bb5Pi3NrJ
— ANI (@ANI) December 8, 2022
“>
આ દરમિયાન ભૂપેશ બઘેલે આમ આદમી પાર્ટી પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. બઘેલે કહ્યું, ‘આમ આદમી પાર્ટી કહેતી હતી કે કોંગ્રેસ એકદમ સાફથઇ જશે અને ગુજરાતમાં AAPની સરકાર બની રહી છે, પરંતુ એવું થતું દેખાતું નથી. ધીમે ધીમે બધાને ખબર પડી રહી છે કે AAP ભાજપની બી-ટીમ છે.
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ હિમાચલની 68 વિધાનસભા બેઠકોમાંથી 39 પર આગળ છે, જ્યારે એક બેઠક જીતી છે. ભાજપ હાલમાં 21 બેઠકો પર આગળ છે, જ્યારે તેણે 4 બેઠકો જીતી છે. 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. અહીં આમ આદમી પાર્ટીનું ખાતું પણ દેખાતું નથી.
હિમાચલ પ્રદેશ
વિધાનસભા બેઠક (ટ્રેંડમાં)
BJP. 26
Congress. 39
AAP 0
Others 3