સ્ટાર રનર હિમા દાસનો ફેક વીડિયો થયો વાઇરલ, સેહવાગ પણ બન્યો ગેરસમજનો શિકાર

અવર્ગીકૃત

ભારતની સ્ટાર રનર હિમા દાસ સાથે સંબંધિત એક ભ્રામક વીડિયો શનિવારે વાયરલ થયો હતો અને તેના કારણે ઘણા લોકો ગેરસમજનો શિકાર બન્યા હતા, જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ સામેલ હતો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે હિમા દાસે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શનિવારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ્સ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા આ વીડિયો વાઇરલ થયો હતો.
‘પિગાસસ’ હેન્ડલથી ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે હિમા દાસે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વીડિયો 2018માં ફિનલેન્ડના ટેમ્પેરેમાં યોજાયેલી U-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપનો છે જ્યારે આસામની આ દોડવીર ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની હતી.
સેહવાગ પણ આ ભ્રામક વીડિયોનો શિકાર બન્યો અને તેણે ટ્વીટ કર્યું કે આ સ્ટાર રનરે કોમનવેલ્થ ગેમ્સની 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે સેહવાગને આ ખોટી માહિતી વિશે જણાવવામાં આવ્યું તો તેણે આ ટ્વિટ ડિલીટ કરી દીધું. ક્રિકેટરે ડિલીટ કરેલા ટ્વીટમાં કહ્યું હતું કે, ‘કેટલી શાનદાર જીત! ભારતીય ખેલાડીઓની શાનદાર શરૂઆત. કોમનવેલ્થ ગેમ્સની 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હિમા દાસને ખૂબ ખૂબ અભિનંદન. શરમની વાત છે.’

“>

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.