અમદાવાદઃ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા અમેરિકાના ભૂતપૂર્વ સ્ટેટ સેક્રેટરી હિલેરી ક્લિન્ટને અમદાવાદ ખાતે સેવા સંસ્થાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ક્લાઈમેટ રિસિલન્સ ફન્ડની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે અસંગઠીત ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ માટે વાતાવરણમાં વધતી જતી ગરમી એક મોટી સમસ્યા છે અને આ ફંડ આ સમસ્યાને નિવારવામાં મદદરૂપ બનશે. તેમણે વધુમા જણાવ્યું હતું કે તમે બાંધકામ ક્ષેત્રમાં હોવ, ખેતી ક્ષેત્રમાં હોવ, ફરિયા હોવ વધતી ગરમી તમારી માટે એક મોટી સમસ્યા બની રહી છે. અત્યાર સુધીમાં તમે ઘણા પડકારો ઝીલ્યા છે ત્યારે વાતારણમાં વધતી જતી ગરમી કે તાપ એ એક નવો પડકાર તમારી સામે આવીને ઊભો છે, તેમ તેમણે સેવા સંસ્થાની મહિલાઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. ક્લિન્ટને સેવાના સ્થાપક ઈલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપી હતી.