Homeઆપણું ગુજરાતહિલેરી ક્લિન્ટને સુરેન્દ્રનગરમાં અગરિયાઓની મુલાકાત લીધી, $50 મિલિયનની સહાયની જાહેરાત

હિલેરી ક્લિન્ટને સુરેન્દ્રનગરમાં અગરિયાઓની મુલાકાત લીધી, $50 મિલિયનની સહાયની જાહેરાત

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેઓ સુરેન્દ્રનગર જીલ્લાના કુડા ગમે પહોંચ્યા હતા. તેમણે મીઠું પકવતા અગરિયાઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે અગરિયાઓ પાસેથી મીઠું પકવવા માટે સમગ્ર પ્રક્રિયા જાણી હતી. અગરિયા મહિલાઓની હાલત જાણીને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલિયન ડોલરની સહાયની પણ જાહેરાત કરી છે.
આ કાર્યક્રમ ધ્રાંગધ્રાની SEWA (Self Empoyed Women’s Association) સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. હિલેરી ક્લિન્ટને અગરિયા મહિલાના હાથે મુઠ્ઠીમાં મીઠું લઈને એને પકવવાની આખી રીત જાણી હતી. તેમણે રણના ધોમધખતા તાપમાં મીઠું પકવતા અગરિયાઓની મેહનતને બિરદાવી હતી. આકરા તાપમાં મીઠું પકવતી અગરિયા મહિલાઓની હાલત જોઇ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેમણે કહ્યું કે ક્લાઈમેટ ચેન્જને કારણે ઇન્ફોર્મલ ક્ષેત્રોમાં કામ કરતી મહિલા કામદારો માટે વધારાના પડકારો ઉભા થયા છે. ગ્લોબલ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડ આ પડકારનો સામનો કરવામાં મદદ કરશે.
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને સોમવારે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે મહિલાઓ માટે 50 મિલિયન ડોલરના ગ્લોબલ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડની જાહેરાત કરી હતી. આ ફંડ મહિલાઓને આબોહવા પરિવર્તનના પરિણામો સામે લડવા માટે સશક્ત બનાવવા વપરાશે. ઉપરાંત મહિલાઓ માટે આજીવિકાના નવા સંસાધનો અને શિક્ષણ પ્રદાન કરવામાં મદદ કરશે.
તેમણે SEWA સંસ્થાના સ્થાપક ઈલાબેન ભટ્ટને યાદ કરતા કહ્યું, “મને લગભગ 30 વર્ષ સુધી ઇલાબેન અને SEWA સંસ્થા સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પરંતુ હવે અમે આગામી 50 વર્ષ વિશે વિચારી રહ્યા છીએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular