ઔરંગાબાદઃ અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન મંગળારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પહોંચ્યા હતા. અહીંના જિલ્લાની જાણીતી ઈલોરાની ગુફાની મુલાકાત સાથે ધૃષ્ણેશ્વર મંદિરના પણ દર્શન કરશે. ઔરંગાબાદ અગાઉ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે જઈ આવ્યા હતા.
મંગળવારે બપોરે ઔરંગાબાદ પહોંચ્યા હતા, ત્યારબાદ ખુલતાબાદ ગયા હતા. ખુલતાબાદમાં નાઈટ રોકશે. બુધવારે સવારના ધૃષ્ણેશ્વર મંદિરમાં દર્શન કરશે, જે દેશના બાર જ્યોતિર્લિંગમાનું એક છે ત્યારબાદ ત્યાંથી તેઓ ઈલોરાની ગુફા જશે. આ અધિકારીએ કહ્યું હતું કે બુધવારે સવારના મંદિરમાં દર્શન કરવા જશે. હિલેરી ક્લિન્ટનની વિઝિટને લઈ પોલીસના સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો.
ઔરંગાબાદની મુલાકાતને લઈ 100થી વધુ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. હિલેરી ક્લિન્ટને સોમવારે ગુજરાતમાં દિવંગત ઈલા ભટ્ટ (સેવાના સ્થાપક)ને શ્રદ્ધાંજલિ આપી હતી તેમ જ ક્લાઈમેટ ચેન્જ સામે લડનારી મહિલાઓ માટે પાંચ મિલિયન ડોલરના ગ્લોબલ ક્લાઈમેટ રિસાઈલન્સ ફંડની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે મહિલાઓ અને સમુદાયોને સશક્ત બનાવવામાં આવશે અને નવી રોજગારીના નવા સંસાધનો અને શિક્ષણ આપવામાં પણ મદદ કરશે.