Mumbai: ફિલ્મોની જેમ આજે ટીવી શો પણ ઘરે-ઘરે જોરોથી જોવામાં આવે છે. બોલિવૂડની જેમ ટીવી જગતના સ્ટાર્સ પણ મોટી કમાણી કરવામાં પાછળ નથી. બોલિવૂડ સ્ટાર્સની જેમ ટીવી સેલેબ્સ પણ શો માટે મોટી રકમ લે છે. રામ કપૂર, રોનિત રોય અને રૂપાલી ગાંગુલી જેવા ટીવી સેલેબ્સની લોકપ્રિયતા બોલિવૂડ સ્ટાર્સથી ઓછી નથી. તેમની ફી સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. તો ચાલો જાણીએ કયા ટીવી સ્ટાર કેટલી કમાણી કરી રહ્યા છે.
કપિલ શર્મા
કોમેડી કિંગ કપિલ શર્માની લોકપ્રિયતા એટલી છે કે તેના ચાહકો ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં છે. કપિલ ટીવી શો સિવાય ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. તે કપિલ શર્મા શોના દરેક એપિસોડ માટે લગભગ ૫૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે. નોંધનીય છે કે આ શો ટીઆરપીના મામલે હંમેશા આગળ જ હોય છે.
રૂપાલી ગાંગુલી
રૂપાલી ગાંગુલીની પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. રૂપાલી શો ‘અનુપમા’ આવ્યા બાદ તેની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે રૂપાલી એક એપિસોડ માટે લગભગ ૩ લાખ રૂપિયા ચાર્જ કરે છે.
હિના ખાન
રાજન શાહીના પ્રોડક્શન હેઠળ ચાલી રહેલી ખૂબ જ લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા સિંઘાનિયાનું પાત્ર ભજવીને ધરે ઘરે લોકપ્રિય થયેલી અભિનેત્રી હીના ખાન કરિયરની શરૂઆતમાં એક પ્રોજેક્ટ માટે 80,000 ચાર્જ કરતી હતી, પરંતુ આજે એક એપિસોડ માટે બે લાખ રૂપિયા લે છે એવી માહિતી ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહી છે.
ગૌરવ ખન્ના
અભિનેતા ગૌરવ ખન્ના હાલમાં અનુપમા સિરિયલમાં અનુજ કપાડિયાનું પાત્ર ભજવી રહ્યો છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ જગતના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ગૌરવ એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.
સુધાંશુ પાંડે
અનુપમા સિરિયલની ટીઆરપી હંમેશા વધુ રહેતી હોય છે. લોકો આ શોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેના દરેક પાત્રો હાલમાં ઘરે ઘરે જાણીતા બન્યા છે. આ જ શોમાં અનુપમાના એક્સ પતિ વનરાજ શાહની ભૂમિકા ભજવી રહેલો સુધાંશુ પાંડે એક એપિસોડ માટે દોઢ લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રોનિત રોય
ટીવી જગતના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા અભિનેતા રોનિત રોય એક એપિસોડ માટે લગભગ સવા લાખ રૂપિયા ચાર્જ કરે છે. રોનિત એકતા કપૂરની સૌથી લોકપ્રિય સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ અને ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સહિત ૪૦ થી વધુ શો અને ફિલ્મોમાં દેખાયો છે.
રામ કપૂર
‘બડે અચ્છે લગતે હૈં’, ‘કસમ સે’, ‘કરલે તુ ભી મોહબ્બત’ જેવા શોમાં કામ કરી ચૂકેલા રામ કપૂર પ્રતિ એપિસોડ સવા લાખ રૂપિયા સુધી ચાર્જ કર્યા હતાં.
દિવ્યાંકા ત્રિપાઠી
‘બનૂન મેં તેરી દુલ્હન’ અને ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ અભિનેત્રી દિવ્યાંકાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તે જ સમયે, તે પ્રતિ એપિસોડ દોઢ લાખ રૂપિયા સુધી ચાર્જ કર્યા હતા.
સાક્ષી તંવર
‘બડે અચ્છે લગતે હૈં’, ‘કહાની ઘર ઘર કી’ જેવા ટીવી શો સિવાય સાક્ષી તંવરે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દંગલ ફેમ અભિનેત્રી એક એપિસોડ માટે લગભગ સવા લાખ રૂપિયા ચાર્જ કરે છે.