(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ચકચાર જગવનારા ૨૦૧૦ના આરટીઆઈ કાર્યકર અમિત જેઠવાના હત્યા કેસમાં સીબીઆઇએ ભાજપના માજી સાસંદ દીનુ બોઘા અને તેમના ભત્રીજા શિવા સોલંકી સહિતના સાત આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવ્યા બાદ ગુજરાત હાઇ કોર્ટે અગાઉ દિનુ સોલંકીની સજા મોકૂફ રાખ્યા બાદ હવે તેમના ભત્રીજા શિવા સોલંકીની સજા પણ મોકૂફ રાખવાનો હૂકમ કર્યો છે તેમ જ તેમને શરતી જામીન પર મુક્ત કર્યા છે. સીબીઆઈ કોર્ટ દ્વારા તેને દોષિત ઠરાવી સામેની તેની અપીલની સુનાવણી બાકી હોય તેને જામીન આપ્યા છે.
ગુજરાત હાઇ કોર્ટના જસ્ટિસ એસ એચ વોરા અને મૌના ભટ્ટની ડિવિઝન બેન્ચે ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીના ભત્રીજા શિવા સોલંકીની સજાને સ્થગિત કરી હતી. તેમ જ કોર્ટે શિવા સોલંકીને આ શરતે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો કે તે અપીલની સુનાવણી સુધી ગુજરાત છોડશે નહીં, તેનો પાસપોર્ટ સરેન્ડર કરશે, દર મહિને પોલીસ સ્ટેશનમાં તેની હાજરી માર્ક કરશે અને કોર્ટમાં તેની અપીલની સુનાવણીમાં હાજરી આપશે.કોર્ટે તેના આદેશમાં અવલોકન કર્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ, સીબીઆઈ કોર્ટ દ્વારા સોલંકીને દોષિત ઠેરવવામાં આવે છે તે માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા નક્કી કરાયેલા તમામ સિદ્ધાંતોનો ભંગ છે. અરજદાર સામેના પુરાવાની કોઈ સાંકળ સ્થાપિત કરવામાં આવી નથી.ગુજરાત હાઈ કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૧માં મુખ્ય આરોપી અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ સોલંકીની સજાને સ્થગિત કરી દીધી હતી. ૭મી જૂન, ૨૦૧૯ના રોજ સીબીઆઈ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવા સામેની કરાયેલી તેમની અપીલ પેન્ડિંગ હતી. સુપ્રીમ કોર્ટે પણ પાછળથી જામીનના આદેશને માન્ય રાખ્યો હતો.
શિવા સોલંકીએ સજા સ્થગિત કરવા અને હાઈ કોર્ટમાં ફોજદારી અપીલના અંતિમ નિકાલની બાકી સુનાવણી અને જામીન પર મુક્તિની માંગ કરી હતી. શિવા સોલંકી અને અન્ય છને હત્યા અને ગુનાહિત કાવતરાના કેસમાં આજીવન કેદની સજા અને રૂ. ૧૫ લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો.
અમિત જેઠવાએ આરટીઆઈ અરજીઓ દ્વારા કથિત રીતે દિનુ સોલંકી સાથે સંકળાયેલી ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ૨૦મી જુલાઈ, ૨૦૧૦ના રોજ ગુજરાત હાઈકોર્ટની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી કારણ કે તેણે બે અજાણ્યા હુમલાખોરો સામે દાખલ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બર, ૨૦૧૨માં હાઈ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને તપાસ સોંપી હતી. સીબીઆઇની કોર્ટે ૭ જૂન, ૨૦૧૯ના રોજ સાત લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.
અમિત જેઠવા હત્યાકેસના આરોપી શિવા સોલંકીની આજીવન કેદની સજા પર હાઈ કોર્ટનો સ્ટે: જામીન મંજૂર
RELATED ARTICLES