Homeઆમચી મુંબઈબાઈક ટેક્સીની મંજૂરી પર અનિશ્ચિતતાને લઇને રાજ્ય સરકારને હાઈ કોર્ટની ફિટકાર

બાઈક ટેક્સીની મંજૂરી પર અનિશ્ચિતતાને લઇને રાજ્ય સરકારને હાઈ કોર્ટની ફિટકાર

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે રાજ્યમાં બાઈક ટેક્સીની મંજૂરી આપનારી નીતિ તૈયાર કરવામાં અનિશ્ર્ચિતતાને લઇ મહારાષ્ટ્ર સરકારના કાન આમળ્યા હતા અને કહ્યું હતું કે કોઇ ને કોઇ સ્વરૂપે આ અંગે પોતાની નીતિને સ્પષ્ટ કરવી પડશે. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ એસ. જી. ડીગેની ખંડપીઠે કહ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્ય સરકાર આ મુદ્દાને લટકતો ન રાખી શકે અને આ અંગે તાત્કાલિક નિર્ણય લેવો પડશે. ખંડપીઠ પણે અને મુંબઈમાં રેપિડો બાઈક ટેક્સી સેવાઓના સંચાલક રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રા.લિ. દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જે રાજ્ય સરકાર દ્વારા ૨૯મી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા સંદેશવ્યવહારની વિરુદ્ધ હતું, જેમાં તેમને બાઈક ટેક્સી એગ્રીગેટર્સનું લાઈસન્સ આપવાની પરવાનગીને નકારી કાઢવામાં આવી હતી.
સરકાર તરફથી હાજર એડવોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે મંગળવારે કોર્ટને જણાવ્યું હતું કે આજની તારીખે બાઈક ટેક્સીઓને ચલાવવાની મંજૂરી નથી, કારણ કે સરકારે અત્યાર સુધી આ બાબતે કોઇ નીતિ કે માર્ગદર્શિક જાહેર કરી નથી. સરકારે હકીકતમાં આવી જ એક એગ્રીગેટર કંપનીને લાઈસન્સ વિના બાઈક ટેક્સી ચલાવવા બદલ કારણદર્શાવો નોટિસ મોકલાવી છે. આવા કિસ્સાઓમાં કેરેજ લાઈસન્સ જરૂરી છે, એવું સરાફે જણાવ્યું હતું.
દરમિયાને કોર્ટે કહ્યું હતં કે સરકારના આવા વલણને સ્વીકારવું મુશ્કેલ છે કે પોલિસી ન બને ત્યાં સુધી આવી બાઈક ટેક્સીઓ ચલાવી શકાય નહીં, પરંતુ તે જ સમયે સરકાર આ અંગે પોલિસી ક્યારે લાવશે તે પણ સ્પષ્ટ નથી કરી રહી.
નીતિ કે માર્ગદર્શિકાને અભાવે તમે કેવી રીતે ના પાડી શકો. તમે આ સિવાય અન્ય કોઇ પણ આધાર પર તેનો ઇનકાર કરી શકો છો. તમે આ બાબતે કોઇને લટકાવી ન શકો. તમારે નિર્ણય લેવો પડશે, પછી ભલે તે કામચલાઉ ધોરણે હોય. જસ્ટિસ પટેલે કહ્યું હતું કે સરકારના ધોરણને સ્વીકારવું મશુક્ેલ છે. કોર્ટે કહ્યું હતું કે સરકારની કેટલીક મર્યાદાઓ છે, પરંતુ આ મુદ્દાને અવઢવમાં ન રાખી શકાય.
(પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular