એમવીએ સરકારના નિર્ણયોને રદ કરતો સરકારનો નિર્ણય રદ
મુંબઈ: રાજ્યમાં એમવી સરકાર પડ્યા બાદ શિંદે-ફડણવીસ સરકારની સ્થાપના થઇ અને ત્યાર બાદ રાજ્યમાં અનેક મોટી ઊથલપાથલો થઇ. શિંદે-ફડણવીસ સરકારે એમવીએ સરકારના સમયમાં મંજૂર કરવામાં આવેલાં અનેક કામોને રદ કર્યાં હતાં. જોકે હવે શિંદે-ફડણવીસ સરકારને આ નિર્ણય અંગે હાઈ કોર્ટે લપડાક મારી છે. હાઈ કોર્ટે એમવીએ સરકારના સમયમાં કામોની ટેન્ડરપ્રક્રિયા પૂરી કરી અને વર્ક ઓર્ડર થયેલાં કામોને રદ કરનારા શિંદે-ફડણવીસ સરકારના નિર્ણયને હાઈ કોર્ટે રદ કર્યો છે. આને કારણે રાજ્ય સરકારને ફટકો પડ્યો છે. શિંદે-ફડણવીસ સરકારના નિર્ણયને હાઈ કોર્ટે રદ કરતાં રાજ્યમાં મંજૂર થયેલાં કરોડોનાં કામો રખડવાનાં હતાં. સરકારના આ નિર્ણયના વિરોધમાં અમુક ગ્રામ પંચાયતોએ હાઈ કોર્ટમાં દાદ માગી હતી. શિંદે સરકારે એમવીએના સમયમાં મંજૂર થયેલાં કામોની ટેન્ડરપ્રક્રિયા પૂરી કરીને વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવેલાં કામોને રદ કરવામાં આવ્યાં હતાં. રાજ્યમાં સત્તાંતરણ બાદ ગ્રામવિકાસ વિભાગે ૧૯મી જુલાઈ અને પચ્ચીસમી જુલાઈના રોજ એમવીએના સમયમાં ટેન્ડરોને રદ કર્યાં હતાં અને હવે શિંદે-ફડણવીસ સરકારના નિર્ણયને હાઈ કોર્ટે રદ કર્યો છે. ઉ