Homeઆપણું ગુજરાતમોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટે ફરી સરકારને ખખડાવી, કહ્યું ‘તમે મામલાને હળવાશથી લઇ...

મોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટે ફરી સરકારને ખખડાવી, કહ્યું ‘તમે મામલાને હળવાશથી લઇ રહ્યા છો’

મોરબીમાં બનેલી ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સતત બીજા દિવસે હાઈકોર્ટે મોરબી નગરપાલિકા અને સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું, ‘ગઈકાલે તમે હોશિયારીથી કામ લઇ રહ્યા હતા, હવે તમે આ મામલાને હળવાશથી લઈ રહ્યા છો.’ હાઈકોર્ટે આજ સાંજ સુધીમાં જવાબ દાખલ કરવા ડેડલાઇન આપી છે અથવા રૂ.1 લાખનો દંડ ભરવા કહ્યું છે.
બે નોટિસો છતાં સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ બદલ કોર્ટે સરકારને ખખાડાવી હતી. નગરપાલિકાએ માહિતી આપી હતી કે, ‘ડેપ્યુટી કલેક્ટર ચૂંટણીની ફરજ પર છે. તેમને નોટિસ મોકલવી જોઈતી હતી પરંતુ 9 નવેમ્બરે નગર પાલિકાને આપવામાં આવી હતી. આમ, આ કોર્ટમાં હાજર થવામાં વિલંબ થયો.’
જેને લઈને કોર્ટે હાઈકોર્ટે કડક વલણ દાખવતા આજ સાંજ સુધીમાં જવાબ દાખલ કરવા ડેડલાઇન આપી છે અથવા રૂ.1 લાખનો દંડ ભરવા કહ્યું છે.
નોંધનીય છે કે, બેન્ચે ગઈ કાલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે ખાનગી કોન્ટ્રાક્ટરને 2017માં અગાઉના કરારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બ્રિજનું સંચાલન અને આવક મેળવવાની મંજૂરી શા માટે આપી હતી.
ખંડપીઠે રાજ્યની બેદરકારી અંગે ઘણા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular