મુંબઈ: મુંબઈ હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિંદેના કો-ઓપ બેંકમાં ભરતી સંબંધી આદેશને સ્થગિત કરવાના નિર્ણયને રદ કરતા એવી નોંધ કરી હતી કે મુખ્ય પ્રધાન પાસે સંબંધિત પ્રધાનો દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પુનરાવલોકન કરવાનો કે સુધારો કરવાની સત્તા નથી.
વિનય જોશી અને વાલ્મીકી મેનેન્ઝીસની ખંડપીઠે ત્રીજી માર્ચના આદેશમાં જણાવ્યું હતું કે શિંદેનો નિર્ણય સંપૂર્ણ રીતે ન જોઈતો અને સત્તા ન હોવા છતાં આપવામાં આવેલો છે. આદેશ ચંદ્રપુર જિલ્લા મધ્યવર્તી કો-ઓપ બેંક લિ. અને બેંકના ચેરમેન બનેલા બિઝનેસમેન સંતોષસિંહ રાવત દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન પર આપવામાં આવ્યો હતો. આ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્થાનિક રાજકારણીના લાભાર્થે મુખ્ય પ્રધાને આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે મુખ્ય પ્રધાન પાસે રૂલ્સ ઓફ બિઝનેસ એન્ડ ઈન્સ્ટ્રક્શન હેઠળ સંબંધિત પ્રધાનના નિર્ણયને સુધારિત કરવાનો કે પછી પુુનરાવલોકન કરવાનો અધિકાર નથી. મુખ્ય પ્રધાન સહકાર ખાતાના પ્રધાન નથી, પરંતુ આ વિભાગ અલગ પ્રધાનને આપવામાં આવ્યો હતો.
હાઈ કોર્ટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કો-ઓપ. બૅંક સંબંધી નિર્ણયને રદ કર્યો
RELATED ARTICLES