દીપિકા બની બેકબોન! રણવીરના ન્યૂડ ફોટોશૂટ પર દીપિકાએ આપી પ્રતિક્રિયા

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર રણવીર સિંહનો ન્યૂડ ફોટોશૂટ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે ત્યારે બોલીવૂડ સેલેબ્સ અને ફેન્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રણવીરની પત્ની દીપિકા પદુકોણે પણ પ્રતિક્રિયા આપી છે. રણવીરના આ ફોટોશૂટની જાણકારી દીપિકાને પહેલેથી જ હતી અને ફોટોશૂટનો કોન્સેપ્ટ તેને ખૂહ જ ગમ્યો હતો. આ ફોટોશૂટથી તે ખૂબ જ પ્રભાવિત થઈ છે. મહત્ત્વની વાત એ છે કે તસવીરો ઈન્ટરનેટ પર શેર કરવા પહેલા દીપિકાને બતાવવામાં પણ આવી હતી.
નોંધનીય છે કે રણવીર કંઈક અલગ કરવાની વાત કરે છે ત્યારે દીપિકા હંમેશાં તેની સાથે જ રહે છે.
પ્રિયંકા ચોપરાએ રણવીરના આ ફોટોશૂટ પર ફાયર ઇમોજી સાથે કમેન્ટ પણ કરી હતી, ‘મેજર.’ મહીપ કપૂર અને મનીષ મલ્હોત્રાએ પણ રણવીરના ફોટા કમેન્ટ કરી હતી. મસાબા ગુપ્તાએ લખ્યું, ‘બેસ્ટ કવર ફોટોશૂટ જે આ દેશે ભાગ્યે જ જોયું છે.’
બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ રણવીરના આ ફોટોશૂટ પર ઘણા સવાલ ઉઠાવ્યા છે. મિમી ચક્રવર્તીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘રણવીરના આ ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. મોટા ભાગના લોકો તેના પર ફાયર ઇમોજી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કોઈ છોકરીએ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું હોત તો શું લોકો તેનાં વખાણ આ રીતે કરત? અથવા તો અત્યારસુધીમાં તેનું ઘર બળીને ખાખ થઈ કરી દીધું હોય.’
એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ એક્ટર રાહુલ ખન્નાએ ન્યૂડ ફોટોશૂટની તસવીર શૅર કરી હતી. આ તસવીર પર મલાઈકા અરોરાથી નેહા ધૂપિયા સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.