(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઇ: દેશમાં એક બાજુ યુવાનો અને રાજકારણીઓ દ્વારા ધર્મના નામે કોમી રમખાણો કરવામાં આવે છે, દેશમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ ઊભો કરવામાં આવે છે ત્યારે મુંબઈમાં નાના નાના ભૂલકાઓએ શાંતિનું અને સાંપ્રદાયિક્તાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ‘વિવિધતામાં એકતા’ અને ‘સાંપ્રદાયિકતા’નું શ્રેષ્ઠ ઉદાહરણ આજના સમયમાંમાં બર્ડી બેબીઝ પ્લે સ્કૂલમાં ભણતા નાના ભુલકાંઓએ અને તેના માતા-પિતા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.
આ સ્કુલનો 19મા વાર્ષિક દિવસે 5મી ફેબ્રુઆરીના રોજ ઉજવાયો હતો. કાર્યક્રમમાં અતિથિ તરીકે ફાધર રુડોલ્ફ ડિસોઝા, સિસ્ટર મે્રડિલીન સ્કિવેરિયા અને અનુભવી શિક્ષિકા ફરજાના એન્જિયર હાજર રહ્યા હતાં.
સ્કુલના વાર્ષિક દિવસના પ્રોગામમાં અફાન શેખ નામના ત્રણ વર્ષના નાના મુસ્લિમ બાળકે ગણપતિનું પાત્ર નિભાવ્યું હતું અને પારંપરિક વેશભુષા ધારણ કર્યો હતા,
જયારે હિંદુ બાળક્ શિવનસ યાદવે મુસ્લિમ પાત્ર અને કુર્તા-પાયજામા ધારણ કર્યો હતા. તેમજ ઝિદન ખાન અને ઝિદન શેખ નામના બાળકે કોળીનું પાત્ર અને વેશભુષા ધારણ કર્યો હતા.
આ બાળકો સાંપ્રદાયિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં તમામ જ્ઞાતિના બાળકો એક છત નીચે આનંદ માણે છે. અહીં બાળકો હોળી, દિવાળી, ઈદ, નાતાલ જેવા વિવિધ તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. જેમ કે મુસ્લિમ અને ખ્રિસ્તી બાળકો તેમના કાંડા પર રાખડી બાંધે છે અને રક્ષાબંધન પર્વ માટે કપાળ પર ટિક્કા પણ કરે છે.
જન્માષ્ટમી પર પણ તેઓ કૃષ્ણ અને રાધાનો વેશ ધારણ કરે છે, નવરાત્રી દરમિયાન બાળકો ગુજરાતી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબા રમે છે. હિંદુ અને ખ્રિસ્તી બાળકો ઈદની ઉજવણી પર કુર્તા પાયજામામાં પોશાક પહેરે છે અને તેઓ નમાઝ પણ પઢે છે.
માતા-પિતાએ પણ પહેલ કરે છે કે તેમનું બાળક તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના શાળાના તમામ તહેવારોમાં ભાગ લે. મુસ્લિમ મમ્મી તેના બાળકને દુર્ગા મા બનાવે છે અને હિંદુ માતા તેના બાળકને મૌલવીની વેશભૂષામાં તૈયાર કરે છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ અહીં મુસ્લિમ, ખ્રિસ્તી, ગુજરાતી, મરાઠી જેવા વિવિધ ધર્મોના શિક્ષકો પણ છે. વિવિધ ધર્મો હોવા છતાં આપણે બધા એકબીજાની સંસ્કૃતિ, પરંપરાઓનું સન્માન કરે છે અને તમામ તહેવારોમાં સક્રિયપણે ભાગ લઈએ છીએ.