સુપરહીરો ફિલ્મોની વાત થાય તયારે સૌથી પહેલું નામ સુપરમેનનું આવે છે. સુપરમેનનું પાત્ર ઘણા કલાકારોએ ભજવ્યું છે, પરંતુ સ્ક્રીન પર જે મેજિક હેનરી કેવિલે દેખાડ્યો છે તે આજ સુધી કોઈ નથી દેખાડી શક્યું. બ્લેક એડમ ફિલ્મના બીજા ભાગમાં તેનું કમબેક જોઈને ચાહકો સુપરમેનના ત્રીજા ભાગ માટે આતુર હતાં, પરંતુ તાજેતરમાં મળતી માહિતી અનુસાર સુપરમેનના પાત્ર માટે હેનરી કેવિલ નજરે નહીં ચડે. આ ખબરે તેના ચાહકોને નિરાશ કરી નાંખ્યા છે.
હેનરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નોટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું હતું તે, મેં તાજેતરમાં જેમ્સ ગન અને પીટર સફ્રાનની મુલાકાત લીધી હતી અને આ ખૂબ જ દુખદ સમાચાર છે કે હવે હું સુપરમેનના રૂપમાં દેખાઈશ નહીં.