Homeટોપ ન્યૂઝઝારખંડમાં ED v/s સોરેનઃ સીએમ સોરેને કહ્યું, જો કર્યો છે ગુનો તો...

ઝારખંડમાં ED v/s સોરેનઃ સીએમ સોરેને કહ્યું, જો કર્યો છે ગુનો તો…

ઝારખંડના સીએમ હેમંત સોરેન ગેરકાયદે ખનન પ્રકરણે આજે એટલે કે ગુરુવારે ઈડી સામે રજૂ ન થયા હોવાથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. સીએમ સોરેને કેન્દ્રીય તપાસ એજન્સીને પડકાર આપતાં જણાવ્યું હતું કે જો હું દોષી છું તો આવો અને અરેસ્ટ કરીને બતાવો. રાચીના મોરહાબાદીમાં ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકર્તાઓ કેન્દ્ર સરકાર અને ભાજપના વિરોધમા પ્રદર્શન કરી રહ્યા છે.
હેમંત સોરેને ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમે રાજ્યમાં બહારની ગેંગની ઓળખાણ કરી છે જે રાજ્યાન આદિવાસીઓને તેમના પગ પર ઊભા રહેવા નથી દેતા. રાજ્યમાં ઝારખંડના લોકોનું સાશન ચાલશે, બહારના લોકોનું સાશન નહીં ચાલવા દઈએ. આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થશે. શ્રમિકો, ખેડૂતો અને વૃદ્ધોને ભાજપને જવાબ આપશે. મને રાયપુરમાં આદિવાસી સમ્મેલનમાં આવવાનું આમંત્રણ મળ્યું છે, પરંતુ ત્યાં સુધી ઈડીએ મને બોલાવી લીધો. જો મેં ગુનો કર્યો છે તો આવો અને અરેસ્ટ કરો.
સોરેને વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઈશારે ઈડી બળજબરીથી એક ઝારખંડી મુખ્ય પ્રધાનને બદલામ કરી રહી છે. આ ષડયંત્ર વિરુદ્ધ ઝારખંડની જનતા રસ્તા રોષે ભરાયેલી છે. અમારા વિરોધીઓએ ઘણી વાર ષડયંત્રને અંજામ આપવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે તેઓ ઉંધા માથે પટકાયા. સરકારનું કામ જોઈએ વિપક્ષનું પેટ દુખી રહ્યું છે. આ લોકો દોષનું પોટલું અત્યારની સરકાર માથે નાંખવાની કોશિશ કરે છે.

RELATED ARTICLES

Most Popular