યુક્રેનની રાજધાની કિવથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દેશની રાજધાની કિવમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી અને ગૃહ સચિવના મોત થયા છે. કિવના બ્રોવરી વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ આગ ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં મૃતકોના મૃતદેહોને બહાર કાઢવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ સતત ચાલી રહ્યું છે.
આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત લગભગ 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 10 બાળકો હોવાનું કહેવાય છે. કિવના મેયરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મેયરે જણાવ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કીનું મોત થયું છે.આ ઉપરાંત તેમના નાયબ યેવજેન યેસેનિન અને મંત્રાલયના સચિવ યુરી લુબકોવિચનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
કિવ મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડાએ એક અપડેટમાં જણાવ્યું હતું કે એક હેલિકોપ્ટર કિન્ડરગાર્ટન અને રહેણાંક બિલ્ડિંગની નજીક ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ડઝનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે બાલમંદિરમાં બાળકો અને સ્ટાફ હાજર હતો. શેર કરવામાં આવેલા વિઝ્યુઅલમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હોવાનું અને લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હોવાનું દેખાય છે.
યુક્રેનના એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે અને જેમને તબીબી સહાયની જરૂર છે તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે, “ઘણા લોકો ઘાયલ થયા છે, પરંતુ મૃતકો અને ઘાયલોનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણવા મળ્યો નથી. ઓનલાઈન વાયરલ થઈ રહેલા ફૂટેજમાં, ઈમરજન્સી સર્વિસ ક્રૂ બાળકોને બચાવવા માટે સ્થળ પર કામ કરતા જોવા મળ્યા હતા.”
યુક્રેનના કિવમાં મોટો અકસ્માત, ગૃહ પ્રધાન અને ગૃહ સચિવનું મોત
RELATED ARTICLES