વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. પીએમ મોદી સહિત ચારે ભાઇઓએ માતાને મુખાગ્નિ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબાને કાંધ આપીને પ્રોટોકોલ તોડીને અંતિમયાત્રા ગાડીમાં બેઠા હતા. સ્મશાનગૃહમાં પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો. તેમણે માતાના દેહને મુખાગ્નિ આપ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને તાત્કાલિક અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હાર્ટએટેક આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલના બિછાને નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા બે દિવસથી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમની ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા અને તેમણે આશરે દોઢ કલાક જેટલો સમય હોસ્પિટલમાં પસાર કર્યો હતો અને ડૉક્ટરો સાથએ માતાના તબિયત અને સારવાર અંગે વાતચીત કરી હતી.
માતા હીરાબાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્ટીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ હીરાબાની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, “શાનદાર શતાબ્દીના ઈશ્વર ચરણોમાં વિરામ.. મામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિની અનુભૂતી કરી છે. જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીના પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિતી રહ્યું છે.”
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
“>
વડા પ્રધાન મોદી જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હતા. માતા પ્રત્યેનો તેમનો પ્રેમ અનન્ય હતો.