બાપ્પાને વિદાઈ આપવા આવશે મેઘરાજા, મુંબઈ માટે હવામાન ખાતાએ કરી આગાહી, આટલા દિવસ રહેશે મેઘમહેર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં ફરી વાર ધોધમાર વરસાદ આવે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર હવામાન ખાતાએ મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ અને કોંકણમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે રાજ્યભરમાં ગણેશોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બાપ્પાને વિદાઈ આપવા મેઘરાજા મન મૂકીને વરસશે. છેલ્લાં કેટલાક દિવસોથી મુંબઈગરા ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે ત્યારે વરસાદ આવવાને કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે.
વાશિમમાં છેલ્લાં કેટલાક સમયથી વધુ વરસાદને શહેરી ભાગોમાં પાણી ભરાયા છે. ચંદ્રપુરમાં પણ અચાનક વરસેલા વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ વરસાદને કારણે ટ્રાફિકજામની સ્થિતિ ઉદ્ભવે અને ઉત્સવના સમયે સ્થાનિકોને ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.