જૂનાગઢમાં અનરાધાર મેઘવર્ષા: આણંદપુર ઓવરફલો, મોટા ભાગના બંધ છલોછલ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢ: જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મહેરબાન થઈ વરસાદ રૂપે હેત વરસાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરું પાડતા ત્રણ ડેમોમાંથી આણંદપુર ડેમ તો છલકાઇ ગયો હતો. જ્યારે વિલિંગ્ડન ડેમમાં ૧૦ ફૂટ નવા પાણીની આવક થતા તેની જળસપાટી ૨૬.૫૦ ફૂટે પહોંચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરું પાડતા મુખ્ય ત્રણ જળસ્ત્રોત છે. જેમાં આણંદપુર, હસ્નાપુર અને વિલિંગ્ડન ડેમ છે. છેલ્લા ચાર દિવસથી વરસતા વરસાદના કારણે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરું પાડતા ત્રણ ડેમોમાંથી આણંદપુર ડેમ તો છલકાઇ ગયો હતો. જ્યારે વિલિંગ્ડન ડેમમાં ૧૦ ફૂટ નવા પાણીની આવક થતા તેની જળસપાટી ૨૬.૫૦ ફૂટે પહોંચી ગઈ હતી. જ્યારે હસ્નાપુર ડેમ હાલ ૨૩ ફૂટે છે. હવે ૧૦ ફૂટ નવા નીરની આવક થશે એટલે હસ્નાપુર ડેમ પણ ઓવરફ્લો થઇ જશે. હજુપણ પાણીની આવક સતત ચાલુ રહેતા નજીકના દિવસોમાં જ બાકીના બે ડેમો પણ ઓવરફ્લો થઇ જશે જેથી જૂનાગઢનું જળ સંકટ દૂર થશે. દરમિયાન આણંદપુર ડેમ છલકાતા નવા નીરના મેયર, કમિશ્નરે વધામણાં કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.