શહેરમાં ભારે વરસાદને કારણે ટ્રાફિકવ્યવહાર ખોરવાયો

આમચી મુંબઈ

ટ્રાફિક જૅમ: મુંબઈ અને આસપાસના જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ગુરુવારે મોટા ભાગના હાઈ વે પર ટ્રાફિક જૅમની સ્થિતિ જોવા મળી હતી. (અમય ખરાડે)

મુંબઈ: મુંબઈ ઉપનગરમાં ગુરુવારે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો, પણ તેની અસર શહેરના અમુક વિસ્તારોમાં ટ્રાફિકવ્યવહાર પર પડી હતી, એવું ટ્રાફિક અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાક ગુરુવારે સાડાઆઠ દરમિયાન પડેલા વરસાદની નોંધ સાંતાક્રુઝ અને કોલાબા ખાતે અનુક્રમે ૯૫.૨ મિલીમીટર અને ૬૨.૬ મિલીમીટર વરસાદ પડ્યો હોવાની નોંધ થઇ હતી, એવું આઈએમડીના અધિકારીએ જણાવ્યું હતું. ગુરુવારે સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું. આને કારણે માલવણી, કાંદિવલી, દિંડોશી અને વર્સોવા જેવા ઉપનગર વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ થયો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.