મુશળધાર વરસાદમાં ઈમારતો તૂટી પડવાનો સિલસિલો ચાલુ

આમચી મુંબઈ

કાલબાદેવીમાં મોટી દુર્ઘટના ટળી તો સાયન અને થાણેમાં ઈમારતનો હિસ્સો તૂટી પડ્યો

આફત: મુંબઈમાં જૂન મહિના દરમિયાન અપેક્ષા પ્રમાણે વરસાદ વરસ્યો નથી, પરંતુ મુંબઈમાં જોખમી ઈમારતો તૂટી પડવાનું જોખમ વધતું જાય છે. ગુરુવારે દક્ષિણ મુંબઈમાં કાલબાદેવીમાં એક ઇમારતનો હિસ્સો તૂટી પડ્યો હતો, પરંતુ સદ્નસીબે કોઈને જાનહાનિ થઈ નહોતી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મુશળધાર વરસાદમાં જુદી જુદી જગ્યાએ ઈમારત તૂટી પડવાના બનાવ બન્યા હતા. કુર્લામાં ચાર માળાની ઈમારત ધરાશાયી થઈને ૧૯નાં મોત થયાં હોવાની દુર્ઘટના હજી તાજી છે ત્યાં તો ગુરુવારે બપોરના દક્ષિણ મુંબઈમાં કાલબાદેવીમાં ઈમારતનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. તો સાયન અને થાણેમાં ભારે વરસાદને કારણે ઈમારતના અમુક હિસ્સા તૂટી પડવાના બનાવ નોંધાયા હતા.
કાલબાદેવી રોડ પર બદામ વાડીમાં ૩૩૯/૩૪૧ નંબરની ‘ઝાલના ભુવન’ નામની ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની આ ઈમારત આવેલી છે. મ્હાડાની માલિકીની આ સેસ ઈમારત હતી. તેમાં ચાર ફ્લેટમાં લોકો રહેતા હતા તો ૧૨ ઓફિસ આવેલી હતી. મ્હાડા દ્વારા તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. ગુરુવારના બપોરના લગભગ બે વાગીને સાત મિનિટે ઈમારતનો પશ્ર્ચિમ તરફનો એટલે કે બહારની તરફનો અમુક હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. પોલીસ, ફાયર બિગ્રેડની પાંચ ફાયર એન્જિન અને બચાવ ટુકડી દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એ પહેલાં જ ઈમારતમાં રહેલા લોકો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
કાલબાદેવીની ભૂતપૂર્વ નગરસેવક જનક સંઘવીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ મ્હાડાની સેસ ઈમારત હતી. લગભગ ૭૦ વર્ષ જૂની આ બિલ્ડિંગ હતી. મ્હાડા દ્વારા તેનું સમારકામ ચાલી રહ્યું હતું. ગુરુવારે બપોરના લગભગ બે વાગ્યાની આસપાસ બિલ્ડિંગનો બહારની તરફનો થોડો હિસ્સો તૂટી પડ્યો હતો. તેની જાણ થતા જ તેમાં ચાર ઘરમાં રહેતા લોકોની સાથે જ ૧૨ ઑફિસમાં હાજર રહેલા લોકો સમયસર બહાર નીકળી આવ્યા હતા. તેથી સદ્નસીબે મોટી જાનહાનિ ટળી હતી.
જનક સંઘવીએ જણાવ્યું હતું કે કાલબાદેવીમાં અનેક જૂની ઈમારતો આવેલી છે. તેમાંથી અમુક ઈમારતો તો ૮૦ વર્ષથી પણ જૂની છે. આ ઈમારતોના સમારકામની આવશ્યકતા છે, પરંતુ મ્હાડામાં ઍક્ઝિક્યુટીવ એન્જિનિયરની પોસ્ટ જ ભરવામાં આવી નથી. તેથી વારંવાર ફરિયાદ બાદ પણ આવી જૂની જર્જરિત ઈમારતના સમારકામ પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે.
કાલબાદેવીની દુર્ઘટના બાદ થાણે (પશ્ર્ચિમ)માં રાબોડી વિસ્તારમાં કે.કે. રોડ કતલખાના પાસે આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની રહેણાંક ઈમારતનો પહેલા માળાનો ગેલેરીનો અમુક હિસ્સો બપોરના ૩.૨૫ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. ઈમારતનો બાકીનો હિસ્સો જોખમી હાલતમાં હોવાથી તુરંત તેને ખાલી કરાવવામાં આવી હતી. આ ઈમારતમાં ૨૪ ભાડૂત રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર દુકાનો આવેલી છે. બિલ્િંડગનું સ્ટ્રક્ચરલ ઑડિટ કર્યા બાદ બિલ્ડિંગ કઈ શ્રેણીમાં તે નક્કી કરવામાં આવશે એવું થાણે ડિઝાસ્ટર ખાતાએ જણાવ્યું હતું.
સાયનમાં હરી મસ્જિદ નજીક ગુરુનાનક સ્કૂલ પાસે સાંજના લગભગ છ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળાની ખાલી બિલ્ડિંગ તૂટી પડી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.