Gujaratમાં ભારે વરસાદની આગાહી! સાત જિલ્લામાં રેડ એલર્ટ

આપણું ગુજરાત

ગુજરાતમાં સોમવારે 100થી વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી આપી હતી ત્યારે રાજ્યમાં અત્યાર સુદી 76 ટકા જેટલો વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આજે એટલે કે નવ અને દસ ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.