મુંબઈ-થાણેમાં મુશળધાર વરસાદ, લોકલ ટ્રેનો મોડી પડી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

આજે સવારથી મુંબઈ , થાણે, પાલઘર, રાયગઢમાં વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ઠેકઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આકાશમાં ઘનઘોર વાદળોને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઇ છે. વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર આ ત્રણ લાઇનમાં લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.આગામી ત્રણ-ચાર કલાક ખૂબ મહત્વના હોવાનું કહેવાય છે. માત્ર મુંબઈ, થાણે, કલ્યાણ અને તેની આસપાસના વિસ્તારોમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આજે સવારથી અને કેટલાક સ્થળોએ ગઇ કાલે રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે.

મુંબઈમાં લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે મુંબઈવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. મુંબઈને અડીને આવેલા ભિવંડી વિસ્તારમાં તીન બત્તી શાક માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે.

મુંબઈમાં એક તરફ, મુશળધાર વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે અને ટ્રેનો મોડી ચાલી રહી હોવાના અહેવાલો છે, તો બીજી તરફ રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર કલાકને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા છે અને મુંબઈવાસીઓને સતર્ક અને સાવચેત રહેવા જણાવ્યું છે.

મુંબઈ સહિત પુણે, પાલઘર, નાશિક, રાયગઢ, રત્નાગીરી જિલ્લામાં આગામી ચોવીસ કલાક સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 અને 17 સપ્ટેમ્બરે એટલે કે આજે અને આવતીકાલે ઉત્તર કોંકણના કેટલાક વિસ્તારોમાં અને મુંબઈ સહિત પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે. IMD નિષ્ણાત કેએસ હોસાલીકરના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.