અમદાવાદમાં મેઘરાજા મહેરબાન! હવામાન ખાતાએ ગુજરાતના આ જિલ્લાને આપ્યું એલર્ટ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

અમદાવાદમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે મોડી સાંજે શહેરના એસ.જી હાઇવે, મકરબા, ગોતા, ન્યુ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, ઝુંડાલ, સુભાષબ્રિજ, વાડજ, આશ્રમ રોડ સહિત બોપલ રિંગરોડ, સિન્ધુભવન, થલતેજ, ગોતા, પાલડી, વાસણા, વેજલપુર સરખેજ, થલતેજ, નારણપુરા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.