છત્રી રેનકોર્ટ વગર બહાર નહીં નીકળતાં! શહેરમાં આ તારીખ સુધી પડશે મુશળધાર વરસાદ

આમચી મુંબઈ

Mumbai: શહેરમાં જૂન મહિનો અડઘો પૂરો થયા બાદ મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ અંગે હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે મુશળધાર વરસાદની આગાહી આપી છે. મુંબઈ સહિત ઉપનગરમાં સોમવારથી એટલે કે આજથી અનેક ઠેકાણે સારો વરસાદ પડ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં ઉપનગરમાં 12.5 મિમી અને દક્ષિણ મુંબઈમાં 69 મિમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યપં હતું.
મુંબઈમાં વરસાદની એન્ટ્રી થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ઉપનગરમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કોલાબામાં લઘુત્તમ તાપમાન 23.પ ડિગ્રી અને મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 23 જૂન સુધી અનરાધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.