મહારાષ્ટ્ર માટે આગામી ચાર દિવસ મહત્ત્વના! હવામાન વિભાગે આપી ચેતવણી

આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી અનરાધાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. શનિવારથી મુંબઈ સહિત નાશિક, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ધોધમાર વરસાદની ચેવણી આપી છે. એક અઠવાડિયા પહેલા મેઘરાજાએ મહારાષ્ટ્રને ઘમરોળ્યું હતું. ત્યારબાદ વરસાદે પોરો ખાધો હોવાથી લોકોએ રાહતના શ્વાસ લીધા હતાં. જોકે, મેઘરાજાએ ફરી એક વાર ચિંતા વધારી દીધી છે. મરાઠવાડાના જાલના, હિંગોલી અને નાંદેડ જિલ્લામાં રવિવારે અને સોમવારે જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.