વરસાદમાં અમદાવાદીઓના વાહનો ખોટવાયા! ગેરેજ બહાર વાહનોના ખડકલા, 15 દિવસનું વેઇટિંગ

આપણું ગુજરાત

અમદાવાદમાં ગત રવિવારે રાત્રે વરસેલા મુસળધાર વરસાદને પગલે આખા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એક અંદાજા મુજબ વરસાદને પગલે એક દિવસમાં જ અમદવાદમાં 1200 કરોડની જાહેર સંપતિને નુકશાન પહોંચ્યું છે. પાણીમાં ડૂબી જવાથી મોટી સંખ્યામાં ગાડીઓ અને ટૂ-વ્હીલરોને ખરાબ થઇ જતા ગેરજ અને કંપનીના સર્વિસ સ્ટેશન બહાર વાહનોનો ખડકલો થઇ ગયો છે. શહેરમાં ગાડીઓ રિપેર કરવા માટે 15 દિવસનું વેઇટિંગ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો ખરાબ થઇ ગયા હતા જેને કારણે લોકો પોતાને વાહનો ત્યાં જ છોડીને જતા રહ્યા હતા. આ ઉપરાંત ઘણી બિલ્ડીંગના બેઝમેન્ટમાં પાણી ભરાઈ હતા આખે આખા વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેને કારણે વાહન માલિકોને આર્થિક નુકશાન ઉઠાવવાનો વારો આવ્યો છે. એક ગેરેજ સંચલકના જણાવ્યા પ્રમાણે ગેરેજ પર સામાન્ય દિવસોમાં પ્રતિદિન અંદાજે ત્રણથી ચાર જેટલી ગાડીઓ આવતી હોય છે, પરંતુ છેલ્લા બે દિવસથી રોજની 40-50 ગાડીઓ રિપેરિંગ માટે આવી રહી છે. આ ગાડીઓમાં મોટા પ્રમાણમાં નુકશાન થયેલું જોવા મળે છે જેને રીપેર કરવા વધુ સમય લાગે છે અને ખર્ચ પણ ઘણો વધુ આવી રહ્યો છે. ગેરેજ પર ગાડી રિપેર કરવા માટે 10 થી 15 દિવસ જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે.
કંપનીનાં સર્વિસ સેન્ટરો પર પણ વાહનોના ખડકલા થઇ ગયા છે. સર્વિસ સેન્ટરો પર બે દિવસથી દૈનિક 35 થી ૫૦ જેટલી ગાડીઓ આવી રહી છે. જેને કારણે સર્વિસ સેન્ટરો પર કામનું ભારણ વધ્યું છે.
ગેરેજ સંચાલકોને ઘરે સર્વિસ માટે ફોન આવી રહ્યા છે. ઘણી સોસાયટીની શેરીઓ જ જાણે ગરેજ બની ગઈ હોય એમ લાઈનમાં ગાડીઓ ખોલેલી હાલતમાં જોવા મળે છે.
વાહનોમાં એન્જિન ફેઇલ થઈ જવા, ECM ફેઇલ થઈ જવી, વાયરિંગમાં ડેમેજ થી લઈને ટોટલ લોસના કેસ આવતા વાહન માલિકોને હજરોથી લઈને લાખોનું નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.