નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે સોમવારે કચ્છ અને કોંકણ પ્રદેશોમાં દરિયાઈ પવનને કારણે તાપમાનમાં ઘટાડો થવાને કારણે અલગ-અલગ સ્થળો માટે હીટ વેવની ચેતવણી પાછી ખેંચી લીધી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પહેલા હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન કચ્છ અને કોંકણમાં અલગ-અલગ ગરમીનું મોજું રહેવાની સંભાવના છે. પરંતુ હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે જણાવ્યું હતું કે, “અમે આ પ્રદેશો માટે હીટ વેવની ચેતવણી પાછી ખેંચી લીધી છે અને દરિયાઈ પવનને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી બે-ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસથી ૩૮ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની સંભાવના છે
દિલ્હીમાં, રવિવારે મહત્તમ તાપમાન વધીને ૩૧.૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જે સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ હતું અને છેલ્લા બે વર્ષમાં ફેબ્રુઆરીમાં નોંધાયેલું મહત્તમ હતું. હવામાન વિભાગ દ્વારા હિટ વેવની ચેતવણી ત્યારે આપવામાં આવે છે, જયારે કોઈ વિસ્તારનું મહત્તમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું ૪૦ ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછામાં ઓછું ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં ઓછામાં ઓછું ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને સામાન્યથી ઓછામાં ઓછું ૪.૫ ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર હોય નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચમાં, દેશમાં ૧૯૦૧ પછી સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, ગરમીને કારણે ઘઉંની ઉપજમાં ૨.૫ ટકાનો ઘટાડો થયો હતો.ઉ