મુંબઈઃ મહારાષ્ટ્રના અનેક ઠેકાણે કમોસમી વરસાદ અને કરાના વરસાદને કારણે થોડાક સમય માટે ઠંડકનો અહેસાસ થયો હતો, પરંતુ હવે રાજ્યમાં ફરી ગરમીનું પ્રમાણ વધશે અને રાજ્યના તાપમાનમાં ચારથી છ ડિગ્રી અંશ સેલ્સિયસનો વધારો થશે એવો અંદાજો હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે કોંકણણાં હિટવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે, જ્યારે થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદૂર્ગના અમુક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનામાં જ ઉષ્ણતામાનમાં પ્રચંડ વધારો જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં પાંચમીથી આઠમી માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આ વરસાદને કારણે પાકને સારું એવું નુકસાન થયું હતું. હવે વરસાદ પછી ફરી એક વખત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે, એવો અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળવાની હોઈએ વિદર્ભમાં કેટલાક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગામી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
આ વર્ષે રાજ્યનું તાપમાન સરાસરી કરતાં વધુ રહેશે એવો અંદાજ આઈએમડી દ્વારા આપવામાં આવ્યો છે. માર્ચથી મે મહિના દરમિયાન રાજ્યમાં અનેક ઠેકાણે હિટવેવની આગાહી પણ કરવામા આવી છે. ફેબ્રુઆરી મહિનો છેલ્લાં 147 વર્ષમાં જોવા મળેલો સૌથી ગરમ મહિનો સાબિત થયો હતો. બાકીના ત્રણ મહિના પણ રાજ્યના નાગરિકોને ગરમીમાંથી ખાસ કંઈ રાહત મળે એવા એંધાણ નથી દેખાઈ રહ્યા.
દરમિયાન ડોક્ટરો અને નિષ્ણાતોએ હિટવેવથી કઈ રીતે પોતાની જાતને બચાવી શકાય એ માટેની કેટલીક ટિપ્સ આપી છે-
હાઈ પ્રોટિનવાળા અને વધુ ગરમ હોય એવું ભોજન લેવાનું ટાળો
બપોરે 12થી 3 વાગ્યા વચ્ચે શક્ય હોય તો ઘરની બહાર જવાનું ટાળો
સતત પાણી પીવાનું રાખો, જેથી તમારું બોડી હાઈડ્રેટેડ રહેશે
ઓઆરએસનું સેવન કરો
આ ઉપરાંત છાશ, લસ્સી, લીંબુ-પાણી અને જ્યુસનું શક્ય એટલું વધુ સેવન કરો
કોટનના કપડાંનો વપરાશ વધારી દો અને ડાર્ક રંગના કપડાં પહેરવાનું ટાળો. બહાર તડકાંમાં જવું પડે તો માથાને ઢાંકવાનું રાખો
સાવધાન રાજ્યમાં આ દિવસો દરમિયાન પારો વધુ ઊંચે જશે…
RELATED ARTICLES