માનસિક રીતે અસ્થિર વ્યક્તિ બિલ્ડિંગની ચાર ફૂટ ઊંચી સેફ્ટી વોલ પર ચઢી ગયો હોવાની ઘટના મુંબઈના કાંદિવલી વિસ્તારમાં બની હતી, એવી માહિતી અગ્નિશામક દળ દ્વારા આપવામાં આવી હતી.
મળી રહેલી માહિતી અનુસાર કાંદિવલી ઈસ્ટમાં આવેલા સમતાનગરના સરોવર રિહેબ ટાવરની બાવીસમાં માળની સેફ્ટી વોલ પર ચઢી જતાં સ્થાનિકો ગભરાટ ફેલાયો હતો. રહેવાસીઓએ આ ઘટનાની જાણ અગ્નિશામક દળને આપી હતી.
માહિતી મળતાં જ અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અગ્નિશામક દળના જવાનો દ્વારા માનસિક રીતે અસ્થિર વ્યક્તિને સુખરૂપ બચાવી લેવામાં આવ્યો હતો. અગ્નિશામક દળના જવાનોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ બેભાન અવસ્થામાં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઈમારત 32 માળની હતી.
અગ્નિશામક દળનું દિલધડક રેસ્ક્યુ વર્ક
RELATED ARTICLES