સોમવારે બંને જૂથને લેખિતમાં ઉત્તર આપવાનો આદેશ: સુનાવણી ૩૦મી પર મોકૂફ
મુંબઈ: શિવસેના અને ધનુષ્ય-બાણ પર કેન્દ્રીય ચૂંટણી પંચમાં ચાલી સુનાવણી ૩૦મી જાન્યુઆરી પર મોકૂફ રાખવામાં આવી હતી. ચૂંટણી પંચમાં શુક્રવારે શિવસેના અને ધનુષ્ય-બાણ કોના એ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. સોમવારે ૨૩મી જાન્યુઆરીએ બંને જૂથને લેખિતમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. લેખિતમાં જવાબ મળ્યા બાદ જ કમિશન પછીની કાર્યવાહી કરશે.
શુક્રવારે ઠાકરે જૂથ વતી કપિલ સિબલ અને દેવદત્ત કામતે, જ્યારે શિંદે જૂથ વતી મહેશ જેઠમલાની અને મનિંદર સિંહે દલીલ કરી હતી. અંદાજે ચાર કલાક ચાલેલી સુનાવણી પછી પણ શિવસેના અને ધનુષ્ય-બાણ ઉદ્ધવ ઠાકરેના પલડામાં કે પછી શિંદેના પલડામાં, એ અંગેનો નિર્ણય લઇ શકાયો નહોતો. મહારાષ્ટ્ર માટે ગંભીર બનેલો પ્રશ્ર્ન અંગે આજે પણ જવાબ મળી શક્યો નહોતો. આજની સુનાવણીમાં ઠાકરે અને શિંદે જૂથના વકીલો વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી. બંને જૂથના વકીલ વચ્ચે ઉગ્ર દલીલ બાદ પંચે મધ્યસ્થી કરવી પડી હતી