ગુજરાત વિધાનસભા માટે સૌરાષ્ટ્રમાં 1લી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચાર માટે અંતિમ દિવસ છે. જુના હરીફ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે, એવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને રાવણ સાથે સરખાવતા રાજકીય ગરમીનો પારો ચરમસીમાએ છે. ત્યારે અમરેલીમાંથી તંદુરસ્ત રાજકારણની તસવીર સામે આવી છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલય પહોંચીને ચાની ચૂસકી માણી હતી.
પ્રચારનાં અંતિમ દિવસે પરેશ ધાનાણીએ રાજકીય દાવપેચ ભૂલીને ભાજનાં દિગ્ગજ નેતાઓ સાથે હળવાશની પળો માણી હતી. અમરેલી બેઠક પર કોંગ્રેસના વિધાનસભ્ય પરેશ ધાનાણી અને તેમના નાનાભાઇ શરદ ધાનાણી ભાજપ કાર્યાલય પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા, ગોરધન ઝડફીયા અને દિલીપ સંઘાણી બેઠા છે. કોઇપણ સંકોચ વગર તેઓ તરત ભાજપ કાર્યલય અંદર પહોંચી ગયા હતા.
વિરોધ પક્ષના પરેશ ધાનાણીને જોઇને ભાજપના કાર્યાલયમાં હાજર કાર્યકર્તાઓ ચોંકી ગયા હતા. ધાનાણીએ પુરુષોતમ રૂપાલાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા ત્યાર બાદ સાથે બેસીને ચાની ચૂસકી મારી હતી.
गुजरात की राजनीति की एक तस्वीर है भी।#अमरेली से @INCGujarat के उम्मीदवार @paresh_dhanani भाजपा कार्यालय पर पहुंचे।
परेश धनानी ने @PRupala @Dileep_Sanghani ओर @gpzadafia से मुलाकात की।#BJP ओर #Congress के नेताओ ने साथ मे चाय की चुस्की भी लगाई। pic.twitter.com/n7iO5hbNwf— DINESH VITHALANI (@vithalanid) November 29, 2022
BJPહતા. જોકે વહેલી સવારે રાજકીય દાવપેચ ભૂલી ભાજપના કાર્યાલયમાં પહોંચી તંદુરસ્ત રાજકારણનું ઉદાહરણ પૂરું પડ્યું છે.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓને એક બીજાના દુશ્મન તરીકે જોવામાં આવે છે, પણ એ દુશ્મની માત્ર રાજકીય મંચ સુધી જ માર્યાદિત હોય છે એવો દાખલો આજે જોવા મળ્યો.