આરોગ્ય કર્મચારીઓનો ગુજરાત સરકાર સામે મોરચો: ગાંધીનગરમાં હજારો કર્મચારીઓએ ધામા નાખ્યા, ઉગ્ર અંદોલનની ચીમકી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: તલાટીઓ, શિક્ષકો, માજી સૈનિક, આંગણવાડી વર્કર્સ બાદ હવે ગજરાતના આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મચારીઓ ત્રણ માંગોને લઈને છેલ્લા 38 દિવસથી સરકરને નિવેદન કરી રહ્યા છે પણ સરકારે મચકના આપતા કર્મચારીઓએ ગાંધીનગરમાં મોરચો મળ્યો છે. આજે ગાંધીનગરમાં રાજ્યભરના હજારો કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા એકઠા થયા છે.
સરકારી આરોગ્ય કર્મચારીઓએ લાંબા આંદોલનની રણનીતિ બનવી છે. આરોગ્ય કર્મચારીઓના મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મંત્રણા કરીને આરોગ્ય કર્મચારીઓને માત્ર લોલીપોપ જ આપે છે, એટલું જ નહીં હવે સરકાર અમારા માટે કોઈ સત્તાવાર ર્નિણય કરી અને તેનો જીઆર કે પરિપત્ર બહાર નહિ પાડે તો રાજ્ય સરકારના તમામ આરોગ્ય કર્મચારીઓ આક્રમક રીતે સરકાર સામે મોરચો માંડશે.
તેમણે આપેલી માહિતી મુજબ, આજે સચિવાલય ઘેરાવ કરવામ આવશે છે. જેનાં માટે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર આવી પહોંચ્યા છે. ત્યારબાદ આવતીકાલે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રેલી સાથે ધરણા કાર્યક્રમ કરશે. જ્યારે 19મી તારીખે આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સચિવાલયનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કરશે.
20મી તારીખે સુધી પ્રશ્નનું નિરાકરણ ન આવે તો રાજ્ય સરકારના પંચાયતના 18 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ તેમના પરિવાર સાથે ભૂખ હડતાળ ઉપર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.