એક મિર્ચી કિ કીમત તુમ ક્યા જાનો?

પુરુષ

હેલ્થ-વેલ્થ – દીપ્તિ ધરોડ
નમૈં તો રસ્તે સે જા રહા થા, ભેલપૂરી ખા રહા થા, તુજકો મિર્ચી લગી તો મૈં ક્યા કરું…થ હિન્હી ફિલ્મના આ ગીતમાં મરચાંનો ઉલ્લેખ જે સંદર્ભમાં કરવામાં આવ્યો હોય એ… પણ આજે અમે અહીં મરચાંનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે, કારણ કે તીખું તમતમતું આ મરચું આરોગ્ય માટે જેટલું લાભદાયી છે એનાથી વધુ નુકસાનકારક છે અને એ જ વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.
જેમ બાર ગામે બોલી બદલાય એમ દરેક જગ્યા અને આબોહવા પ્રમાણે લોકોનો ટેસ્ટ પણ અલગ અલગ હોય. બરાબરને? આપણે ભારતીયો જ્યાં તીખું તમતમતું, મસાલેદાર ખાવાનું પસંદ કરીએ છીએ ત્યાં ગોરાઓ મરચાંથી કોસો દૂર ભાગે છે. જેમ ખાવા-પીવામાં મીઠાની હાજરી મહત્ત્વની છે એ જ રીતે ભારતીય વાનગીઓમાં પણ મરચાંની એક અલાયદી જગ્યા છે. ઘણા લોકો રોજ લીલાં મરચાં ખાતા હોય છે, પરંતુ સ્વાદની પ્રક્રિયામાં વધુ પડતું મરચું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આવો જાણીએ કે વધારે પડતાં મરચાં ખાવાથી શું ફાયદો થાય છે અને શું ગેરફાયદા થાય છે.
લીલું મરચું એક ફાયદા અનેક… મરચાં ખોરાકનો સ્વાદ તો વધારે જ છે, પણ તેની સાથે સાથે તેમાંથી વિટામિન એ, બી૬, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિત અનેક પોષક તત્ત્વો મળે છે. પરિણામે લીલાં મરચાં ખાવાથી સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. આવો જાણીએ ફાયદા.
વજન ઘટાડવામાં છે મદદરૂપ
મેદસ્વિતા એ અત્યારે એક વૈશ્ર્વિક સમસ્યા બની ગઈ છે અને જે જોઈએ એ વ્યક્તિ વજન ઘટાડવા માટે અલગ અલગ ઓપ્શન્સ વિચારે છે, પણ તમને ખબર છે કે આ લીલું મરચું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એટલે જો તમે વજન ઘટાડવા માગતા હોવ તો આજે જ લીલાં મરચાંનો સમાવેશ તમારા ડાયેટમાં કરી લો. આ પાછળનું કારણ એ છે કે મરચાંમાં કેલરી હોતી નથી અને તે ખાવાથી શરીરને પોષક તત્ત્વો મળે છે.
આંખોની રોશની વધારે
અગાઉ કહ્યું એમ મરચાંમાં અલગ અલગ વિટામિન્સ હોય છે અને આંખો માટે જરૂરી વિટામિન એ તો મરચાંમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એટલે મરચાં ખાવાથી તમારી આંખો એકદમ સારી રહેશે. વિટામિન એની ઊણપને કારણે આંખોની રોશની ઘણી વખત નબળી પડી જાય છે, આ સમસ્યામાંથી જો છુટકારો મેળવવો હોય તો લીલાં મરચાં અચૂક ખાવાં જોઈએ.
કેન્સરને કહો ટાટા-બાય બાય
કેન્સર નામ સાંભળીને જ ભલભલા માણસના છક્કા છૂટી જાય છે, પણ મરચાં ખાવાથી કેન્સર દૂર રહે છે. મરચાંમાં વિટામિન્સની સાથે સાથે એન્ટિ-ઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે તમારી બૉડીને અંદરથી ડિટોક્સિફાય કરીને શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને કેન્સરથી દૂર રાખે છે.
મૂડ બૂસ્ટરનું કામ
કરે છે મરચાં
જી હા, હેડિંગ વાંચીને તમે ચોંકી નહીં જતા, પણ આ હકીકત છે. મૂડ સ્વિંગ્સની સમસ્યા હોય એવા લોકો માટે મરચાં એક અક્સીર ઈલાજ સાબિત થાય છે, કારણ કે તે એક બેસ્ટ મૂડ બૂસ્ટર છે. લીલાં મરચાં મગજમાં એન્ડોર્ફિનનો સંચાર કરે કરે છે, જેનાથી મૂડ ખૂબ જ સારો રહે છે છે અને ગુસ્સો તો એક સેક્ધડમાં છૂમંતર થઈ
જાય છે.
સ્કિન કેરમાં પણ છે કારગત
વિટામિન-ઇથી ભરપૂર લીલાં મરચાં ત્વચા માટે ફાયદાકારક છે, જેનાથી ચહેરોમાં ચમક આવે અને ત્વચા હંમેશાં ખૂબસૂરત દેખાય છે.
મરચાં ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો એક પ્રમાણથી વધારે ખાવામાં આવે તો નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેનાથી શરીર પર ખરાબ અસર
પડે છે.
લીલાં મરચાં ખાવાથી થતા ફાયદા વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ તેનાથી થતા નુકસાન વિશે-
ક લીલાં મરચાં વધારે ખવામાં આવે તો પેટની ગરમી વધારે છે. તેમાં કેપ્સાસિન હોય છે, જેનાથી પેટની બીમારીઓ
વધે છે.
ક લીલાં મરચાંમાં ફાઈબર વધારે હોય છે, જેના કારણે ઝાડા થઈ શકે છે.
ક લીલાં મરચાંમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટથી અલ્સરનું જોખમ વધી જાય છે.
ક વધારે લીલાં મરચાં ખાવામાં આવે તો બ્લડશુગરની સમસ્યા થઇ શકે છે.
ક લીલાં મરચાં વધારે ખાવામાં આવે તો સ્કિનની સમસ્યા પણ થઇ શકે છે.
લાલ મરચું પણ આરોગ્યવર્ધક!
લીલાં મરચાંના ફાયદા અને ગેરફાયદા વિશે તો વાત કરી લીધી. હવે આગળ વધીએ અને વાત કરીએ લાલ મરચાં વિશે. લીલાં મરચાંની જેમ લાલ મરચાં ખાવાના પણ પોતાના જ અલગ ફાયદાઓ છે. આવો જોઈએ શું છે આ ફાયદા-
ક લાલ મરચાંમાં એન્ટિઓબેસિટી ગુણ હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે, તેથી વજન ઓછું કરવા ઇચ્છતા હો તો ડાયેટમાં લાલ મરચાંને સામેલ કરો.
ક જે લોકોને પાચનની સમસ્યા હોય તે લોકો માટે લાલ મરચાં ફાયદાકારક છે, લાલ મરચાંનું સેવન પેટની ગરબડ, ગેસ, ડાયેરિયા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે
ક હાઈ બીપીના દર્દીઓએ ડાયેટમાં લાલ મરચાંને અચૂક સામેલ કરવાં જોઈએ.
ક હૃદયને સ્વસ્થ રાખવા માટે લાલ મરચું ખાવું જરૂરી છે.
ક ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે લાલ મરચું પણ ફાયદાકારક છે. આ સિવાય લાલ મરચાં ત્વચામાં બ્લડ ફ્લોમાં પણ વધારો કરે છે, જેનાથી ત્વચામાં ચમક આવે છે. તે કરચલીઓ, ખીલ અને ડાઘને હળવા કરવામાં પણ ફાયદાકારક હોઈ શકે છે. વાળને મજબૂત કરવાની સાથે સાથે લાલ મરચું વાળનો ગ્રોથ વધારવામાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.
લાલ મરચાંથી થતું નુકસાન
ક પેટમાં ગરબડ અને બળતરા થઈ શકે છે.
ક એલર્જિક સમસ્યાઓનું કારણ બની
શકે છે.
ક ગેસ્ટ્રિક સમસ્યાઓ અને અલ્સરને જટિલ બનાવી શકે છે.
ક શ્ર્વસન સંબંધી સમસ્યાઓ અને ખરજવું થવાનું જોખમ વધી જાય છે. ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.