Homeતરો તાજાચંદનના ફાયદા, નુકસાન અને તેના ઉપયોગ

ચંદનના ફાયદા, નુકસાન અને તેના ઉપયોગ

હેલ્થ-વેલ્થ – રાજેશ યાજ્ઞિક

ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારનાં તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાંય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.
ચંદન એ ખૂબ જ સુખદ સુગંધ ધરાવતું વૃક્ષ છે અને તેની સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેના લાકડામાંથી મળતી સુગંધ ઘણી સદીઓ સુધી રહે છે. ચંદનના પાન અને પાંદડા વિવિધ પ્રકારના ફાયદાઓ પ્રદાન કરે છે અને સદીઓથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે ઘરેલું ઉપચાર (છયળયમશયત) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી મળતા સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ઔષધિ તરીકે પણ ઓળખી શકાય છે.
ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે અને આજે પણ ચંદન અને તેની બનાવટો બજારમાં સરળતાથી મળી રહે છે.
ચંદનના લાકડા અને પાંદડામાં ઘણા સ્વાસ્થ્યપ્રદ તત્વો જોવા મળે છે, જેના ઉપયોગથી નીચેના સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.
ચંદન ચામડીના રોગોને દૂર કરવામાં મદદ કરે છે: ચંદનમાં ચોક્કસ પ્રકારનાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે ચહેરા પર સોજો, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સોરાયસીસ, ખરજવું અને એટોપિક ડર્મેટાઈટીસ જેવી પરિસ્થિતિઓમાં ચંદનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ચંદન પેટના રોગોને દૂર કરવામાં મદદગાર છે: ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારનાં તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાંય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.
ચંદન તાવ ઘટાડવામાં મદદ કરે છે: ચંદન પર કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિપ્રાયરેટિક ગુણધર્મો પણ છે, જે શરીરના તાપમાનને સામાન્ય સ્તરે લાવવામાં મદદ કરે છે. જેમને હળવો તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ચંદનની સુગંધથી માનસિક તણાવ ઓછો થાય છે: ચંદન એક સુખદ સુગંધ ધરાવે છે, જેની ગંધ મગજના રાસાયણિક સ્તરની અસામાન્ય હિલચાલને ઘટાડે છે અને તમને સારું લાગે છે.
આયુર્વેદ અનુસાર ચંદનની સુગંધ માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે. જો કે, ચંદનના ઉપરોક્ત ફાયદા સામાન્ય રીતે પ્રાચીન તબીબી પ્રણાલીઓ અથવા અભ્યાસો પર આધારિત છે અને દરેક વ્યક્તિના શરીર પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે.
ચંદનનો ઉપયોગ કેવી રીતે કરવો: ચંદન પાવડરની પેસ્ટ લગાવી શકો છો
ચંદનના પાનને પીસીને લગાવો
તેની સુગંધ એરોમાથેરાપી તરીકે લઈ શકાય છે
દૂધ સાથે ચંદન પાવડરનો ઉપયોગ કરી શકાય છે
જો કે, જો તમે ચંદનનું સેવન કરવા જઈ રહ્યા છો, તો તે પહેલાં તમારે એકવાર ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -