મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં (શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ)બંને પક્ષે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં શિંદે જૂથ સત્તામાં આવ્યા પછી નિરંતર સરકારને ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના)નાં નેતા ટારગેટ બનાવી રહ્યા છે, જેથી રવિવારે રાજ્યના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન અને ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય ઠાકરેના વિવાદાસ્પદ નિવેદનોને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી દીધી હતી.
તાનાજી સાવંતે કહ્યું હતું કે મારી પાસે રાજ્યનું આરોગ્ય ખાતુ આવે છે અને એના અંતર્ગત મેન્ટલ હોસ્પિટલ પણ આવે છે, તેથી હું રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ભલામણ કરું છું કે અહીંના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે જેમનું માનસિક સંતુલન સારું નથી. અહીં ખાસ કરીને જણાવવાનું કે અગાઉ શિવસેનાનાં નેતા આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેને દક્ષિણ મુંબઈની વર્લીની બેઠક પરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકયો હતો. એટલું જ નહિ આદિત્ય ઠાકરેએ પડકાર ફેંકતા કહ્યું હતું કે જો શિંદેને લાગતું હોય કે તેઓ લોકપ્રિય અને મજબૂત નેતા છે તો તેઓ મારો પડકાર સ્વીકારે અને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દે અને વરલીની બેઠક પરથી ચૂંટણી જીતાદે બતાવે. અલબત્ત શિંદે જૂથના નેતાઓએ પણ આદિત્યને ફિટકાર લગાવવાનું ચાલુ કર્યુ છે, જેમાં અગાઉ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિકિયા આપ્યા પછી આરોગ્ય પ્રધાને આકરી ટીકા કરી હતી.
Political War: આ નેતાને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરાવો આરોગ્ય પ્રધાને આપી સલાહ
RELATED ARTICLES