ચીન, અમેરિકા સહિત બ્રાઝિલમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં કોરોના મુદ્દે સતર્કતા દાખવવાના પગલાં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કોરોનાને મુદ્દે રાજ્યના વિવિધ આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી છે. આ બેઠક પૂર્વે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પેનિક થવાનું જરુરી નથી. એરપોર્ટ પર રેન્ડમ થર્મલ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ફક્ત 132 પોઝિટિવ દર્દી છે. પંચાવન ટકા વેક્સિનેશન પૂરું થયું છે. બીએસસેવન વેરિયન્ટ ઝડપથી ફેલાય છે, પરંતુ ઓમિક્રોનથી પણ ખતરનાક છે. મહારાષ્ટ્રમાં હાલમાં તો માસ્ક પહેરવાનું ફરજિયાત નથી. કોરોનાના વધતા કેસની વચ્ચે પણ રાજ્યના હવાઈ મથક ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના બે ટકા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર આ મુદ્દે સતર્ક છે. સરકારે રાજ્યમાં માસ્ક પહેરવાનું ફરજિયાત પણ કર્યું નથી, પરંતુ વૃદ્ધો ઉચ્ચ જોખમ ધરાવતા કોમરેડિટી (બીમારીવાળા) લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જ્યારે જિલ્લા અધિકારીઓની વર્તમાન સમિતિના માધ્યમથી પોતાની રીતે પરિસ્થિતિની સમીક્ષા કરવાનું જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં પેનિક થવાનું જરુરી નથી, પણ સતર્કઃ આરોગ્ય પ્રધાન
RELATED ARTICLES