ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે દિલ્હીની આમ આદમી સરકારે મહોલ્લા ક્લિનિકની ભારે વાહવાહી કરી હતી તેના જવાબમાં ગુજરાતમાં પણ કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર હોવાની દલીલો કરવામાં આવી હતી. ગુજરાતમાં ઘણા સારા હેલ્થ સેન્ટર છે, પરંતુ જો તેમાં જરૂરી મશીનનરી ન હોય, સાધનો ન હોય તો તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. આવી જ સ્થિતિ વડોદરા ખાતેના ત્રણ હેલ્થ સેનટરની છે.
વડોદરા કોર્પોરેશને દિલ્હીના આરોગ્ય મોડલને ટક્કર મારે એવા ત્રણ અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શરૂ કર્યા છે પણ અણધડ વહીવટના કારણે સેન્ટરની સુવિધાઓના લાભ લોકોને મળતો નથી. વડોદરા કોર્પોરેશને છાણી, માંજલપુર, અટલાદરામાં 18 કરોડના ખર્ચે અધ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવ્યા છે. જેનું 6 મહિના પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન પણ કર્યું હતુ.
સેન્ટરમાં હાલમાં માત્ર 24 કલાક OPD અને ઇમરજન્સી સારવાર દર્દીઓ લઈ રહ્યા છે. લોકો લોહીના સામાન્ય ટેસ્ટ પણ કરાવી રહ્યા છે પણ અતિ ખર્ચાળ એક્સ રે મશીન અને સોનોગ્રાફી મશીનની સુવિધા અહીંયા દર્દીઓને નથી મળી રહી. કેમકે લાખો રૂપિયાના ખર્ચે મશીન મંગાવી દીધા છે પણ તેને ઇન્સ્ટોલ જ નથી કરવામાં આવ્યાં. તેમજ એક્સ રે મશીન માટેનો યોગ્ય રૂમ જ તૈયાર નથી કર્યો. આ ઉપરાંત અહીંયા બાયો-કેમેસ્ટ્રી ટેસ્ટ પણ નથી કરવામાં આવી રહ્યા.જેને લઈ દર્દીઓને ખાનગી લેબમાં કે હોસ્પિટલમાં જઈ ટેસ્ટ કે રિપોર્ટ કરાવવાની ફરજ પડી રહી હોવાનું અહીં આવતા દરદીઓ અને તેમના સ્વજનો જણાવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશને દિલ્હીના આરોગ્ય મોડલને ટક્કર મારે એવા ત્રણ અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શરૂ કર્યા છે પણ અધિકારીઓના અણધડ વહીવટના કારણે CHC સેન્ટરની સુવિધાઓના લાભથી લોકો વંચિત રહ્યા છે. વડોદરા કોર્પોરેશને છાણી, માંજલપુર, અટલાદરામાં 18 કરોડના ખર્ચે અધ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવયા છે. જેનું 6 મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન પણ કર્યું હતુ.
ગર્ભવતી મહિલાઓને સોનોગ્રાફી માટે ખાનગી લેબમાં મોકલવામાં આવે છે. જો અહીંયા સોનોગ્રાફી મશીન શરૂ થાય તો લોકોને ફાયદો થાય. જોકે અધિકારીઓ પણ સ્વીકારે છે કે CHC સેન્ટરમાં ઓપીડી ચાલુ છે પણ મશીનો બંધ છે તે વાત સાચી છે. લોકોએ અહીં આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે અને ડાયોગ્નાઈઝ પણ થાય તેવી સુવિધાઓ આપવા અપીલ કરી રહ્યા છે.
દિલ્હી સરકારને ટક્કર મારે તેવા હેલ્થ સેન્ટર, પણ સુવિધાના નામે મીંડુ
RELATED ARTICLES