Homeઆમચી મુંબઈત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં વીઆઈપી પ્રવેશ શુલ્કને પ્રતિબંધિત કરતી જોગવાઇ બતાવો: હાઈ કોર્ટ

ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં વીઆઈપી પ્રવેશ શુલ્કને પ્રતિબંધિત કરતી જોગવાઇ બતાવો: હાઈ કોર્ટ

મુંબઈ: શું એવી કોઇ જોગવાઈ છે કે જે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં પ્રખ્યાત ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં વીઆઈપીના પ્રવેશ માટે વધારાના શુલ્ક વસૂલવાની મંજૂરી આપતી નથી, એવું બોમ્બે હાઈ કોર્ટે સોમવારે જાણવા માગ્યું હતું.
જસ્ટિસ એસ.વી. ગંગાપુરવાલા અને એસ.જી. ડીગેની બનેલી ખંડપીઠ સામાજિક કાર્યકર લલિતા શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં તેના ટ્રસ્ટ દ્વારા મંદિરમાં વીઆઈપી પ્રવેશ માટે રૂ. ૨૦૦ની વસૂલાતને પડકારવામાં આવી હતી.
અરજદારના વકીલ રામેશ્ર્વર ગીતેએ દલીલ કરી હતી કે વીઆઈપી એન્ટ્રી માટે ચાર્જ ચૂકવવાથી લોકો વચ્ચે ભેદ પડે છે. તેમણે દાવો કર્યો હતો કે મંદિર એક સંરક્ષિત સ્મારક છે અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા સંચાલિત કરે છે અને એટલે મંદિર ટ્રસ્ટ આવા શુલ્ક વસૂલી શકે નહીં.
જોકે ખંડપીઠે કહ્યું હતું કે મંદિરમાં પ્રવેશ માટે ભેદ કરવાની માગ કરવામાં આવી છે. ‘જો કોઇ વ્યક્તિ અમુક પસંદગી માટે પૂછે તો તેની પાસેથી વધારાનો ચાર્જ લઇ શકાય છે. આ માટે એ વ્યક્તિઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તમે એવી જોગવાઇ બતાવો જે કહે છે કે તેને મંજૂર નથી,’ એવું કોર્ટે કહ્યું હતું.
તમે (અરજીકર્તા) વધુ સારી રીતે સામાજિક કાર્ય કરી શકો છો. અમે તમને થોડો સમય આપીશું. અમે તમારી દલીલોથી સહમત નથી, એવું કહીને આ મામલાને ૩૦ નવેમ્બર પર ઠેલ્યો હતો.
અરજદારે દલીલ કરી હતી કે પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ (એએમપીએ) હેઠળ મંદિરને ‘પ્રાચીન સ્મારક’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જેનો અર્થ છે કે તે એક સંરક્ષિત માળખું હતું.
૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે નવ સભ્યોની સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો.
‘નવી ટ્રસ્ટ કમિટીએ વીઆઈપી પ્રવેશ માટે રૂ. ૨૦૦નો ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને ઘણી ફરિયાદો મોકલવામાં આવી હતી જેણે ૨૦૧૫માં તે ગેરકાયદે હોવાનું માન્યું હતું અને કલેક્ટરને જરૂરી નિર્દેશો આપવા જણાવ્યું હતું. જોકે આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
(પીટીઆઈ)

RELATED ARTICLES

Most Popular