આજથી ફરી શરુ થશે હજીરા-ઘોઘા રોપેક્સ ફેરી સર્વિસ: એક સાથે બે શિપ શરૂ કરાશે, એક દિવસમાં ચારથી વધુ ટ્રીપ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

અધુરી તૈયારીઓ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધામધૂમથી શરુ કરાયા બાદ હજીરા-ઘોઘાને જોડતી રોપેક્સ ફેરી સર્વિસ ટેકનો-ઇકોનોમિક કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. હવે આજથી આ સર્વિસનો પુનઃપ્રારંભ થવા જઇ રહ્યો છે. આજથી લોકો ભારતની સૌથી મોટી અને ભારતની પ્રથમ સોલર સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો ઉપયોગ કરી શકાશે. આ સર્વિસની મદદથી પ્રવાસીઓ માલસામાન અને વાહનો સાથે માત્ર 3 કલાકમાં દરિયાઇ માર્ગે હજીરાથી ઘોઘા પહોંચી શકશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડતી રેક્સ ફેરી સર્વિસનો ફરી પ્રારંભ થશે. જેમાં એક સાથે બે શિપ શરૂ કરાશે. નવી શિપ વોયેજર એક્સપ્રેસ ભારતની પ્રથમ સોલાર સંચાલિત શિપ છે. વોએજ એક્સપ્રેસ ઘોઘાથી સવારે 9 વાગે અને હજીરાથી સાંજે 6.30 કલાકે રવાના થશે, જ્યારે કે વોએજ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગે અને ઘોઘાથી સાંજે 5 વાગે પરત ફરશે. વોએજ એક્સપ્રેસમાં સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ 3 કેફેટેરિયા, ગેમ ઝોન અને દરિયાઇ સુંદરતાનો અનુભવ માટે ટોપ ડેક જેવી સુવિધાઓ ધરાવે છે. તેમાં 180 એક્ઝિક્યુટિવ, 115 બિઝનેસ, 80 સ્લીપર, 22 વીઆઇપી લાઉન્જ, 11 કોબીન, સાથે-સાથે 70 કાર, 50 બાઇક, 25 આઇશર અને 55 ટ્રકના પરિવહન જંગી ક્ષમતા છે.
બીજી તરફ વોએજ સિમ્ફની 316 એક્ઝિક્યુટિવ, 78 બિઝનેસ, 14 વીઆઇપી લાઉન્જ, 85 કાર, 50 બાઇક, 30 ટ્રકના પરિવહનની ક્ષમતા ધરાવે છે. બંને દરરોજ ચાર કરતા વધુ ટ્રીપ મારશે જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાત વચ્ચે ઝડપથી આવાગમન થઇ શકશે. આ સાથે ઉદ્યોગોને પણ વેગ મળશે કંપની દ્વારા લોકોને મુસાફરીમાં સરળતા રહે તે પ્રકારના આયોજન પણ કર્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.